રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૨૮૮ સામે ૭૭૦૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૦૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૬૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૮૧ સામે ૨૩૬૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૫૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૭૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરુઆત સાવચેતી સાથે થઈ હતી, જો કે ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ – યુક્રેન વોર સહિતના જિઓ – પોલિટિકલ ક્રાઇસિસમાં રાહત તેમજ છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન – સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે એશિયન બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઉછાળો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૬૯૯ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૩.૨૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૬૮%, એનટીપીસી લિ. ૧.૮૮%, લાર્સેન લિ. ૧.૭૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૦%, અદાણી પોર્ટ ૧.૩૮%, બજાજ ફાઈનાન્સ ૧.૩૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૨% અને ઝોમેટો લિ. ૧.૨૧% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૫.૫૬%, સન ફાર્મા ૧.૪૧%, કોટક બેન્ક ૦.૯૫%, ભારતી એરટેલ ૦.૮૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૦%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૩૫%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૩૨%, ટાટા સ્ટીલ ૦.૩૨%, મારુતિ સુઝીકી ૦.૦૯% અને નેસ્લે ઇન્ડિયા ૦.૦૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.
વર્ષ ૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના ૪.૮%થી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫% થશે.
તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૨૭.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૯૩૯ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૭.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૯૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૦૦૮ પોઈન્ટ થી ૫૨૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસબીઆઈ લાઈફ ( ૧૫૬૨ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૨૦૯ ) :- રૂ.૧૧૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૬૩ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૧૪૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૬૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૧૭ સ્ટોપલોસ આસપાસ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૪ થી રૂ.૧૦૯૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૦૫ થી રૂ.૧૪૯૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૪૮૭ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૯૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૪ થી રૂ.૧૧૦૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૧૧૦૯ ) :- રૂ.૧૧૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૯૪ થી રૂ.૧૦૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.