Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૨૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future ૨૨૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalFebruary 27, 2025Updated:February 27, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૭.૦૨.૨૦૨૫ ના રોજ…

    BSE Sensex :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE Sensex આગલા બંધ ૭૪૬૦૨ સામે૭૪૭૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૫૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા Sensex આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ૩૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય Share Marketનો Sensex ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૬૧૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    Nifty Future :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે Nifty Future આગલા બંધ ૨૨૫૮૨ સામે ૨૨૫૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. Nifty Future આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી Nifty Future ૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump ના કારણે વૈશ્વિક વેપાર યુદ્વ સાથે જીઓપોલિટીકલ યુદ્વનું જોખમ ઝળુંબતું રહી ફરી ટ્રમ્પે Chinaને ટેરિફ, ઈન્વેસ્મેન્ટ મામલે ભીંસમાં લેતાં અને Canada, Mexico પર ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા ખાસ એશીયાના બજારો ડામાડોળ થયા હતા. જ્યારે ભારતીય Share Market માં આજે બે તરફી અફડાતફડીના અંતે પસંદગીના શેરોના લેવાલીએ બજાર વોલેટીલિટીના અંતે મજબૂત રાખ્યું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફરી તૂટતાં અને ફોરેન ફંડોની સતત વેચવાલીએ શેરોમાં ફંડો મોટી ખરીદીથી દૂર રહેતાં અને China પાછળ ઇન્ડસ્ટ્રીયલ શેરો તૂટતાં અને રિયલ્ટી, Power, Capital Goods, Auto શેરોમાં નરમાઈએ Nifty Future નેગેટીવ ઝોનમાં બંધ રહ્યો હતો.

    યુક્રેન અને America વચ્ચે મિનરલ્સ ડિલ માટે સંમતિના અહેવાલ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા વૈશ્વિક વેપાર યુદ્વમાં Chinaને ભીંસમાં લેવા Trump અવારનવાર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામતા રહી, Americaના China માં જંગી રોકાણને પાછું ખેંચવાની ચીમકી આપી રહ્યા હોઈ Chinaએ તેના અર્થતંત્રને આ પડકારો વચ્ચે મજબૂત કરવા Chinaના ટોપ બિઝનેસ ટાયકૂનો સાથે મીટિંગોનો દોર સાથે હવે Chinaએ તેની બેંકોને ૫૫ અબજ ડોલરનું જંગી પેકેજ-ફંડિંગ જાહેરકરતાં ચાઈનીઝ Share Marketમાંતોફાની તેજી સાથે વૈશ્વિક બજારોમાં તેજી તરફી મહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર Index નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    BSE પર MidCap Index ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો BSE પર માત્ર મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. BSEમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૩૦અને વધનારની સંખ્યા ૯૪૩ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેર બદલ જોવાયો નહતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી BSE Sensex માં બજાજ ફિનસર્વ ૨.૫૯%, બજાજ ફાઈનાન્સ ૨.૩૯%, સન ફાર્મા ૧.૬૩%, ઝોમેટો લિ. ૧.૫૩%, ટાટા સ્ટીલ૧.૧૭%, નેસ્લેઇન્ડિયા૧.૦૮%, એચડીએફસી બેન્ક ૦.૯૪%, ઇન્ડસઇન્ડ બેન્ક૦.૭૮% અને એકસિસ બેન્ક ૦.૭૦% વધ્યા હતા, જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૯૯%, ટાટા મોટર્સ૨.૦૫%, મહિન્દ્રા એન્ડમહિન્દ્રા ૧.૯૫%, કોટક બેન્ક ૧.૪૩%, એનટીપીસી લી. ૧.૦૦%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૯%, આઈટીસી લી. ૦.૮૪%, મારુતિ સુઝુકી ૦.૭૫% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૬૦% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા….

    મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે વેપાર પ્રવૃત્તિઓ પર અસર પડતા વર્તમાન મહિનામાં કેશ તથા ડેરિવેટિવ સેગમેન્ટ બન્નેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નોંધપાત્ર ઘટી ગયો છે. BSE તથા NSEના ડેટા પ્રમાણે, બન્ને એકસચેન્જો પર કેશમાં સરેરાશ દૈનિક ટર્ન ઓવર વર્તમાન મહિનામાં ઘટી રૂપિયા એક લાખ કરોડની અંદર સરકી ગયું છે, જે નવેમ્બર, ૨૦૨૩ બાદ પહેલી વખત જોવા મળ્યું છે. એટલુ જ નહીં ફેબ્રુઆરી માસમાં સતત આઠમા મહિને ટર્નઓવરમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરથી સેબીએ એકસચેન્જ દીઠ એક વીકલી એકસપાઈરી અને ઊંચા એકસ્ટ્રીમ લોસ માર્જિનનું ધોરણ લાગુ કર્યું છે.

    આ ઉપરાંત ૧લી એપ્રિલથી પોઝિશન્સની ઈન્ટ્રાડે દેખરેખનો નિયમ પણ લાગુ થઈ રહ્યો છે, આને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ છે. ગયા વર્ષના ઓકટોબર બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઉપરાંત મિડકેપ, સ્મોલકેપ તથા સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં Sensex તથા Niftyમાં ત્રણ ટકા જ્યારે BSE મિડકેપ ૬% અને સ્મોલકેપ્સ ઈન્ડેકસ ૮% જેટલા ઘટી ગયા છે. ભૌગોલિક રાજકીય તાણને કારણેપણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં બેન્કો દ્વારા થાપણ દરોમાં તાજેતરમાં કરાયેલા વધારાથી રોકાણકારો મુદતી થાપણ તરફ વળી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.

    તા.૨૮.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૭.૦૨.૨૦૨૫ના રોજ Nifty Future બંધ ભાવ @ ૨૨૫૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત Nifty Future ૨૨૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૦૬ પોઈન્ટથી ૨૨૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. Nifty Futureમાં ૨૨૩૦૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૭.૦૨.૨૦૨૫ના રોજ બેન્ક Nifty Future બંધ ભાવ @ ૪૮૭૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક Nifty Future ૪૮૪૦૪ પોઈન્ટ પ્રથમ અને ૪૮૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૮૮૮૦ પોઈન્ટથી ૪૮૯૭૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક Nifty Futureમાં ૪૯૦૯૦ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લિ. ( ૧૮૧૮ ) :-  અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સિપ્લા લિ. ( ૧૪૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૪ થીરૂ.૧૪૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એપીએલ અપોલો ટ્યુબ્સ ( ૧૪૪૧ ):-રૂ.૧૪૨૪ નોપ્રથમ તેમજ રૂ.૧૪૦૪ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • બાટા ઈન્ડિયા ( ૧૨૬૧ ):-ફૂટવેરસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૭ થીરૂ.૧૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૦૭૩ ) :- રૂ.૦૨ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૨૩ સ્ટોપલોસ આસપાસ પોર્ટ્સ એન્ડપોર્ટ્સ સર્વિસ સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૮ થીરૂ.૧૧૦૮ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ.( ૧૮૭૮ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૦ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૬૦ થીરૂ.૧૮૪૪ ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૮ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ભારતી એરટેલ ( ૧૬૪૩ ):-રૂ.૧૬૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૬૯૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૧૬ થીરૂ.૧૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૬૪૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડકન્સલ્ટિંગસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૬૩૦ થીરૂ.૧૬૦૬ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૦૫ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબહાઉસહોલ્ડ એપ્લાયેન્સીસસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થીરૂ.૧૨૭૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર( ૧૦૫૧ ):- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૯૪ નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૨૭ થીરૂ.૧૦૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE BSE Sensex Indian Stock Market Nifty future NSE
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    વ્યાપાર

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.