રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૨૮ સામે ૭૩૮૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૭૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૧૬૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૪૪ સામે ૨૨૫૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૮૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો તેજી નોંધાતા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરુઆત ઉછાળા સાથે થઈ હતી. ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ-યુક્રેન વોર સહિતના જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં રાહત તેમજ અમેરિકા અને ભારતમાં ફુગાવામાં રાહતના કારણે વ્યાજના દરો ઘટવાની શક્યતામાં વધારો થતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં અને ટ્રમ્પ એક તરફ વિશ્વને વેપાર યુદ્વમાં ઝઝુંમતું રાખીને કેનેડાથી થતી મેટલની આયાત પર બમણી ૫૦% ટેરિફ લાદીને આક્રમકતા બતાવ્યા સામે બીજી તરફ યુક્રેન મામલે યુદ્વ વિરામ કરાવવા ઝેલેન્સ્કીને મનાવી લેવામાં સફળ થયા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ સંકેત સાથે ચીનના રિટેલ વેચાણો વધ્યા હોવાના અહેવાલ વચ્ચે એશિયન બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઉછાળો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા દ્વારા ટેરીફ લદાતાં કેનેડા દ્વારા અમેરિકામાં મોકલવામાં આવતા ક્રૂડતેલની સપ્લાય ઘટાડાશે એવા અહેવાલોએ ક્રુડ ઓઈલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૭ અને વધનારની સંખ્યા ૧૬૦૫ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૩.૫૯%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૪૧%, એકસિસ બેન્ક ૨.૩૬%, બજાજ ફાઈનાન્સ ૧.૯૧%, અદાણી પોર્ટ ૧.૬૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૪૫%, સન ફાર્મા ૧.૨૬%, ઝોમેટો લી. ૧.૨૨% અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૭% વધ્યા હતા, જયારે આઈટીસી લી. ૦.૯૮%, નેસ્લે ઇન્ડિયા ૦.૭૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૬%, એશિયન પેઈન્ટ ૦.૫૦%, ટીસીએસ લી. ૦.૪૩%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૧૯% અને લાર્સેન લી. ૦.૧૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વને ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને તેના પગલે ઊભા થઇ રહેલા વિવાદોથી અમેરિકાનાં બજારોમાં સતત પીછહઠ જોવા મળી રહી છે, જે અમેરિકામાં મંદીનો સંકેત આપી રહ્યા છે. ભારત સરકારના પ્રતિનિધિ ફરી અમેરિકા જશે અને ટેરિફના મુદ્દે ચર્ચા કરશે. અમેરિકા ફર્સ્ટની વાત ભારપૂર્વક કર્યા કરતા પ્રમુખ ટ્રમ્પ બહુ બાંધછોડ કરે તેવું દેખાતું નથી, છતાં બીજી એપ્રિલ સુધી ભારત પ્રયાસો કર્યા કરશે. છૂટક બજારમાં મળતી ચીજોના ભાવોમાં થયેલો વધારો, વિદેશી રોકાણકારોની પીછેહઠ, તૂટતો રૂપિયો અને ટ્રમ્પનું ટેરિફ શસ્ત્ર વગેરે મુદ્દાઓ ચિંતા ઉભી કરી રહ્યા છે.
વિદેશી રોકાણો પર નજર કરીએ તો ચાલું માસમાં વિદેશી રોકાણકારોએ ૨૧૨૩૧ કરોડથી વધુ પાછા ખેંચ્યા છે, તો સ્થાનિક રોકાણકારોએ ૨૬૪૫૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. સ્થાનિક રોકાણકારોના કારણે બજાર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યું છે. કોર્પેરેટ કંપનીઓના આવકના આંકડા બહાર આવશે ત્યારે થોડી વધારે સ્થિરતા જોવા મળશે એવી અપેક્ષા રાખી શકાય. સરકારે તૂટતા રૂપિયાના સ્થિર કરવા અનેક પ્રયાસો કર્યા છે, જો કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરના કરને હજુ અનિશ્ચિત કાયમ છે તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.
તા.૧૮.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૭.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૫૮૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૩૬ પોઈન્ટ થી ૨૨૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૭.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૪૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૨૭૨ પોઈન્ટ પ્રથમ અને ૪૮૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૬૩૬ પોઈન્ટ થી ૪૮૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- મુથુત ફાઈનાન્સ ( ૨૨૯૮ ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૧૩ થી રૂ.૨૩૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- લુપિન લિ. ( ૧૯૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૦૧૩ થી રૂ.૨૦૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૯૯૪ ) :- રૂ.૧૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૯૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૦૮ થી રૂ.૨૦૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૧૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૧૭૦૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૭૭ સ્ટોપલોસ આસપાસ ફાર્મા સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૩૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારતી એરટેલ ( ૧૬૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૬ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૪૬ ) :- રૂ.૧૫૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૯૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૬૩ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૭ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૪૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૦૫૬ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૪૦ થી રૂ.૧૦૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.