રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૬૪ સામે ૭૧૪૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૪૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૯૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૫૮ સામે ૨૨૨૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૮૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન, કેનેડા જેવા દેશો જવાબી કાર્યવાહી કરતા વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ કડાકાની સ્થિતિ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એપ્રિલ માસમાં એફપીઆઇની વેચવાલી યથાવત રહેતા અને ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણે વૈશ્વિક બજારોમાં કડાકા સાથે ભારતના ઇન્ડેક્સ સેન્સેક્સમાં અંદાજીત ૨૨૦૦ પોઈન્ટથી વધુનો તેમજ નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૬૯૦ પોઈન્ટથી વધુનો ઐતિહાસિક કડાકો નોંધાયો હતો.
જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦%થી વધારી ૬૦% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ ૬.૩%થી ઘટાડી ૬.૧% કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પની આકરી ટેરીફ નીતિ તથા તેની સામે ચીન અને કેનેડા સહિત વિવિધ દેશોએ વળતો જવાબ આપવાનું શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતા આજે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૧૫ અને વધનારની સંખ્યા ૫૭૦ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૫% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૭.૭૩%, લાર્સેન લિ. ૫.૭૮%, ટાટા મોટર્સ ૫.૫૪%, કોટક બેન્ક ૪.૩૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૪.૧૧%, ઈન્ફોસીસ લિ. ૩.૭૫%, એકસિસ ૩.૭૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૫૪% અને એચસીએલ ટેક્નોલોજી ૩.૨૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરુ કરી વિશ્વભરમાં ટ્રેડવૉર શરુ થઈ ચુકી છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધવાની શક્યતાએ કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટાડો જોવા મળી શકે છે. જેના પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે.
એક અંદાજ મુજબ અમેરિકાની ટ્રેડ નીતિના કારણે મોંઘવારીમાં પણ વધારો થવાના પરિણામે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના ૨૬% રેસિપ્રોકલ ટેરિફના કારણે ૬.૩%થી ઘટાડી ૬.૧% કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફઆઇઆઇ ફરી પાછી વેચવાલી નોંધાવી રહ્યા છે ત્યારે આરબીઆઇની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં જીડીપી ગ્રોથને ટેકો આપવા માટે વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.
તા.૦૮.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૨૬૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૧૮૮ પોઈન્ટ થી ૨૨૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૦૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૫૭૫ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૦૦૮ પોઈન્ટ થી ૪૯૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- મહાનગર ગેસ ( ૧૩૧૪ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૩૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૨ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્ર ( ૧૨૯૬ ) :- રૂ.૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૫૩ બીજા સપોર્ટથી કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૨ થી રૂ.૧૧૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૧૦૫૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૧૪ સ્ટોપલોસ આસપાસ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૬ થી રૂ.૧૦૭૫ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૦૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૪૧૦ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૫ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- સિપ્લા લિ. ( ૧૩૯૫ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૦૮૭ ) :- રૂ.૧૧૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.