રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૯૦ સામે ૭૭૬૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૧૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૪૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૭૭ સામે ૨૩૭૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં તમામ ઓટોમોબાઈલ – વાહનો પર ૨૫% ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણયે આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
હજુ ૨, એપ્રિલના અનેક દેશો પર તોળાતા રેસિપ્રોકલ ટેરિફને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ ફંડો વેચવાલ બનતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઓટો ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે રૂપિયા સામે ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળેથી ઘટયા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, બેન્કેકસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૯૯ અને વધનારની સંખ્યા ૧૪૯૭ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક ૧.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૭%, ટાટા મોટર્સ ૦.૮૨%, નેસ્લે ઇન્ડિયા ૦.૭૫%, ભારતી એરટેલ ૦.૪૪%, એકસિસ બેન્ક ૦.૩૧%, એચડીએફસી બેન્ક ૦.૧૮ અને આઈટીસી લિ. ૦.૧૦% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૪૫%, એચસીએલ ટેકનોલોજી ૨.૨૦%, મારુતિ સુઝુકી ૨.૧૦%, ઇન્ફોસિસ લિ. ૨.૦૭%, ઝોમેટો લિ. ૨.૦૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૧%, અદાણી પોર્ટ ૧.૩૩% અને ટીસીએસ લિ. ૧.૨૯% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, જુલાઈ – સપ્ટેમ્બર અને ઓક્ટોબર – ડિસેમ્બર ક્વાર્ટરમાં નરમ કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક પડકારોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડયું છે. આનાથી ઈક્વિટી અને પ્રાયમરી બંને બજાર પર અસર પડી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણથી બજારમાં ઘટાડો વધુ લંબાયો હતો. છેલ્લા ૬ મહિનામાંથી ૫ મહિના સુધી તે ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. નવેમ્બર ૨૦૨૪માં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, યુએસ નીતિઓમાં ફેરફાર અને ડોલરના મજબૂત થવાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારોએ ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના રોકાણો પાછુ ખેંચી રહ્યા છે.
ફેબ્રુઆરી માસમાં મોટા પાયે વેચવાલીથી ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓ મુલતવી રાખતા માર્ચ માસ એક પણ આઈપીઓ બજારમાં આવ્યો ન હતો, જો કે માર્ચ માસના અંતે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો અને જો સુધારો ચાલુ રહેશે, તો એપ્રિલ માસમાં આઈપીઓ જોવા મળી શકે છે. ઓક્ટોબર-ડિસેમ્બરમાં, નિફ્ટી ૮.૪%, નિફ્ટી મિડકેપ ૪.૯% અને સ્મોલકેપ ૨.૨% ઘટયો હતો. જોકે, જાન્યુઆરી – માર્ચ ૨૦૨૫ દરમિયાન, નિફ્ટી મિડકેપમાં ૯% અને સ્મોલકેપમાં ૧૫%નો ઘટાડો થયો હતો. ગત સપ્તાહે, બજારમાં સુધારા વચ્ચે, નિફ્ટી ૪.૨%, નિફ્ટી મિડકેપ ૭.૭% અને સ્મોલકેપ ૮% વધ્યા હતા. આમ છતાં બેંકરોનું વલણ હજુ પણ સાવધ છે.
તા.૦૧.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૦૭ પોઈન્ટ થી ૨૩૭૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૬૦૬ પોઈન્ટ પ્રથમ અને ૫૧૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૯૭૯ પોઈન્ટ થી ૫૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- વોલ્ટાસ લિ. ( ૧૪૩૬ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સિસ બેન્ક ( ૧૧૦૫ ) :- રૂ.૧૦૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૬૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૬૫ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૮ થી રૂ.૧૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૦૮૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૬૦ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૪૪ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૧૯ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૩૯૫ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૦૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૬૧ ) :- રૂ.૧૧૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૭ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૪૦ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.