Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સતસંગનો પ્રભાવ
    • અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
    • મનુષ્યના પતન થવાનું કારણ શું?
    • બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
    • ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
    • સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
    • ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
    • તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalApril 3, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૧૪ સામે ૭૫૮૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૮૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૨૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૩૮ સામે ૨૩૨૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૩૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તેમજ સમગ્ર દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં પણ શરૂઆતી તબક્કામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જોકે નીચા મથાળે ફંડોની લેવાલીએ રિકવરી જોવા મળી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી હતી, ત્યારે ટ્રમ્પે ભારત સામે ૨૬% ટેરિફ લાદતા નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    ટ્રમ્પે ઓટો સેક્ટરથી લઈને ટેક્સટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફ લગાવ્યો છે, જો કે ફાર્મા સેક્ટરને રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે જેથી આજે હેલ્થકેર સેક્ટરમાં અંદાજીત ૨.૦૦% આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સામાન્ય ઉછાળા બાદ ઘટાડા તરફી રહ્યા હતા.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૯ અને વધનારની સંખ્યા ૨૮૧૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ૪.૩૪%, સન ફાર્મા ૩.૨૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૯૨%, એનટીપીસી લિ. ૧.૯૭%, એશિયન પેઈન્ટ ૧.૮૨%, નેસ્લે ઇન્ડિયા ૧.૫૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૦૦%, ટાઈટન કંપની લિ. ૦.૮૮% અને એકસિસ બેન્ક ૦.૪૫% વધ્યા હતા, જયારે ટીસીએસ લિ. ૩.૯૮%, ટેક મહિન્દ્ર ૩.૭૯%, એચસીએલ ટેકનોલોજી ૩.૭૧%, ઇન્ફોસિસ લિ. ૩.૪૧%, ટાટા મોટર્સ ૨.૬૪%, કોટક બેન્ક ૦.૯૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૯૫%, બજાજ ફાઈનાન્સ ૦.૮૧% અને ટાટા સ્ટીલ ૦.૬૫% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્ચ મહિનામાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૮ મહિનાની ટોચે પહોંચ્યા સાથે દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે. સ્થાનિક સ્તરે ઓર્ડર બુકમાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમાપ્ત થયેલા માર્ચ માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી ૫૮.૧૦ પીએમઆઈ સાથે આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબ્રુઆરી માસમાં ૫૬.૩૦ પીએમઆઈ સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી. મજબૂત ઓર્ડરને કારણે કંપનીઓમાં ઉત્પાદનમાં વધારાની ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

    જાન્યુઆરી – માર્ચ, ૨૦૨૫ના ત્રિમાસિકગાળામાં પાવર સેક્ટરમાં મોટા પાયે રોકાણની જાહેરાતો થઈ છે. ઊર્જા સેક્ટરના જોરે આ આંકડો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો. માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટોમાં આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો દેશમાં ઔદ્યોગિક અને માળખાગત વિકાસ માટે અત્યંત ઉત્સાહિત છે. આનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ અને સાથે-સાથે રોજગાર તથા વ્યવસાયની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમગ્ર સાયકલ દેશના અર્થતંત્ર માટે લાંબાગાળાનો મજબૂત બનાવશે.

    તા.૦૪.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૩.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૩૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૨૭૨ પોઈન્ટ થી ૨૩૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૩.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૭૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૨૦૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૬૭૬ પોઈન્ટ થી ૫૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૨૦૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • સન ફાર્મા ( ૧૭૭૭ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૪ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૪૦ થી રૂ.૧૫૫૫ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • મહાનગર ગેસ ( ૧૪૦૭ ) :- રૂ.૧૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૦ બીજા સપોર્ટથી એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • આઇસિઆઇસિઆઇ બેન્ક ( ૧૩૩૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ ( ૧૧૬૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૨૭ સ્ટોપલોસ આસપાસ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૬૨૬ થી રૂ.૨૬૦૬ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ભારતી એરટેલ ( ૧૭૪૯ ) :- રૂ.૧૭૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૮૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૫૪૭ ) :- લાઈફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૭ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૪૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૩૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૫૨ ) :- રૂ.૧૨૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!

    November 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 10, 2025
    વ્યાપાર

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

    November 10, 2025
    વ્યાપાર

    IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

    November 10, 2025
    વ્યાપાર

    Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

    November 10, 2025
    રાષ્ટ્રીય

    શું તમે પગારદાર છો ? તમને આવકવેરાની નોટીસ મળી છે !!

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025

    બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા

    November 11, 2025

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025

    સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.