Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalMarch 24, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૯૦૫ સામે ૭૭૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૧૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૯૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૭૯ સામે ૨૩૪૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૬૯૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહી હોઈ અને યુક્રેન મામલે રશીયાની શરતી યુદ્વ વિરામની તૈયારી અને ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાને લઈ જીઓપોલિટીકલ ચિંતાને લઈ યુરોપ, એશીયાના મોટાભાગના બજારોમાં નરમાઈ સામે ભારતીય શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી રહી છે. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે ૪.૨૧ લાખ કરોડના વધારા સાથે છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં ૨૭.૧૧ લાખ કરોડનો વધારો થયો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા ચાલું વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત કરતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ પણ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેકસ, યુટીલીટીઝ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૦ અને વધનારની સંખ્યા ૨૪૯૬ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૪.૬૧%, કોટક બેન્ક ૪.૫૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૭૭%, ટેક મહિન્દ્ર ૩.૫૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૪%, બજાજ ફિનસર્વ ૨.૭૭%, એકસિસ બેન્ક ૨.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૩૩% અને બજાજ ફાઈનાન્સ ૧.૯૮% વધ્યા હતા, જયારે ટાઈટન કંપની ૨.૬૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૪૨%, ઝોમેટો લિ. ૨.૧૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૮૩%, ભારતી એરટેલ ૦.૪૬%, નેસ્લે ઇન્ડિયા ૦.૧૦% અને ઈન્ફોસીસ ૦.૦૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થવા આવ્યું હોઈ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતીય શેરબજારમાં મોટી તેજી સંભવિત હોવાના શક્યતાએ ગત સપ્તાહમાં એફપીઆઈઝ-એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા દિવસોમાં થયેલી મોટી ખરીદીએ બજારની રૂખ બદલી મૂકી છે. ભારતીય શેરબજારમાં ચાર વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ૪.૬%નો ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ ૩૦૦૦થી વધુ પોઈન્ટ વધી આવ્યો છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં વર્ષાંતે છેલ્લા દિવસોમાં ફંડો વેલ્યુબાઈંગની તક ઝડપી રહ્યા છે.

    વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને અમેરિકાની રશીયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં સપ્તાહના અંતિમ દિવસોમાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હજુ કાયમ રહેતા અને ૨, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ વૈશ્વિક બજારોમાં હજુ અફડાતફડી જોવાઈ શકે છે ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં એફપીઆઈઝ ખરીદી પર ભારતીય શેરબજારની નજાર રહેશે.

    તા.૨૫.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૪.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૦૬ પોઈન્ટ થી ૨૩૫૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૪.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૭૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૬૭૬ પોઈન્ટ થી ૫૧૫૩૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૫૧૫ ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૪૭ થી રૂ.૨૫૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લિ. ( ૧૯૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૯૯ ) :- રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૧૪ થી રૂ.૧૮૨૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૦૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૩ થી રૂ.૧૬૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૪૪૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૮૦ સ્ટોપલોસ આસપાસ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ. ( ૨૧૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૬૩ આસપાસ વેચવાલી થકી રૂ.૨૦૯૭ થી રૂ.૨૦૮૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૭૮૪ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૨૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૨૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારતી એરટેલ ( ૧૭૨૦ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૬૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૫૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૫૦ થી રૂ.૧૫૩૩ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૨૧૦ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૫૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    વ્યાપાર

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.