Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    • Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૯૮૪ સામે ૭૮૨૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૭૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૦૧૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૯૯ સામે ૨૩૭૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૬૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકા દ્વારા ૨, એપ્રિલથી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારીએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારમાં ફંડોનું સતત વેલ્યુબાઈંગ યથાવત્ રહ્યું હતું. અમેરિકાના સરકારી અધિકારીઓ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં પૂર્વે ભારતની મુલાકાતે આવી રહ્યા હોઈ લોકલ ફંડોએ સાવચેતી અપનાવ્યા સામે વિદેશી ફંડોએ સતત તેજી કરતાં આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    નીચા મથાળેથી એફઆઇઆઇની લેવાલી નોંધાતા છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ આ સપ્તાહમાં શેરબજાર માટે પૂરું થઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડો શેરોમાં ખરીદદાર બની તક ઝડપતા અને અન્ય રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પણ વેલ્યુબાઈંગ કરતાં આજે સતત સાતમાં દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો યથાવત્ રહ્યો હતો, જયારે અમરેકિા દ્વારા ઈરાન પર અંકુશો તથા ઈઝરાયલ દ્વારા ગાઝા પર હુમલાઓ વચ્ચે ક્રુડઓઈલના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૩ અને વધનારની સંખ્યા ૧૦૮૫ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૪૧%, બજાજ ફિનસર્વ ૨.૭૧%, ઇન્ફોસિસ લિ. ૨.૪૮%, એકસિસ બેન્ક ૧.૯૭, એચડીએફસી બેન્ક ૧.૧૩%, એચસીએલ ટેકનોલોજી ૦.૯૪%, ભારતી એરટેલ ૦.૯૦%, ટીસીએસ લી. ૦.૭૨% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૬૪% વધ્યા હતા, જયારે ઝોમેટો ૫.૭૯%, ઇન્ડસઇન્ડ બેન્ક ૪.૭૬%, અદાણી પોર્ટ ૧.૪૪%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૩૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૩%, સન ફાર્મા ૧.૦૮%,  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૭%, ટાટા સ્ટીલ ૧.૦૪% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૨% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વને ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને તેના પગલે ઊભા થઇ રહેલા વિવાદોથી અમેરિકાનાં બજારોમાં સતત પીછહઠ જોવા મળી રહી છે, જો કે અમેરિકા ફર્સ્ટની વાત ભારપૂર્વક કર્યા કરતા પ્રમુખ ટ્રમ્પ બહુ બાંધછોડ કરે તેવું દેખાતું નથી. ટ્રેડ વોર અને ઊંચા ટેરિફથી વિકાસ અટકે છે અને ફુગાવો વધે છે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મત વ્યકત કરાયો છે.

    વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે ફેબ્રુઆરી માસમાં ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળ્યુ હતું અને રૂપિયા મૂલ્યમાં ઘસારો જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક રોકાણકારોના કારણે બજાર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યું છે. વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ભારતના અર્થતંત્રએ સ્થિતિસ્થાપકતા દર્શાવી ત્યારે ફુગાવામાં તાજેતરના ઘટાડા આર્થિક રિકવરીને ટેકો આપશે તેવી આશા સાથે આગામી દિવસોમાં રજૂ થનારા પીએમઆઈ ડેટા, અંતિમ ત્રિમાસિક પરિણામો અને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની અસર પર ભારતીય શેરબજારની નજર રહેશે.

    તા.૨૬.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૫.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૦૭ પોઈન્ટ થી ૨૩૭૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૫.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૬૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૬૦૬ પોઈન્ટ પ્રથમ અને ૫૧૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૬૭૬ પોઈન્ટ થી ૫૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૮૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૪૪ ) :- આઈસીઆઈસીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૫૮ ) :- રૂ.૧૦૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૦૨૭ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એક્સિસ બેન્ક ( ૧૧૧૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૨૮ સ્ટોપલોસ આસપાસ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૭૪ થી રૂ.૮૮૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટેક મહિન્દ્ર ( ૧૪૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૧૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લિ. ( ૧૪૨૨ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • મહાનગર ગેસ ( ૧૩૬૩ ) :- LPG/CNG/PNG/LNG સપ્લાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૮ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૬ થી રૂ.૧૩૧૩ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૪ થી રૂ.૧૧૬૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૨૭ ) :- રૂ.૧૧૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૦૭ થી રૂ.૧૦૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Indian Stock Market Nifty futures Sensex
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025

    ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫

    July 4, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.