સાયલા તાલુકાના ઢાંકણીયાની સીમમાં એસએમસીની ટીમે ૨૯મી એપ્રિલના રોજ દરોડા પાડી રૂ. ૭૮ લાખનો દારૂ, ટ્રક, પીકઅપવાન સહિતનો રૂ.૧.૩૧ કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો જ્યારે દરોડા સમયે બુટલેગર સહિતના આરોપીઓ નાસી છૂટયા હતા. આ અગાઉ ૨૩મી માર્ચના રોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયલા વખતપરના પાટિયા પાસેથી તિરંગા હોટલ પાસેથી ૩૦,૦૯૦ લિટર કેમિકલ જપ્ત કર્યું છે. આ કેમિકલની કિંમત ૨૩.૧૬ લાખ રૂપિયા છે. સાથે જ ત્રણ વાહનો, મોબાઈલ, રોકડ રકમ, ખાલી બેરલ, કેરબા અને બે ઇલેક્ટ્રિક મોટર પણ જપ્ત કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ રેન્જ આઇજી દ્વારા સાયલા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નવ પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરી હતી જ્યારે પીઆઇ
(૧) લક્ષ્મણસિંહ ઝાલા સાયલાથી દેવભૂમિ દ્વારકા
(૨) મુકેશ મનજીભાઈ પરમાર સાયલા થી દેવભૂમિ દ્વારકા
(૩) રમેશ મગનભાઈ શેખ સાયલા થી જામનગર
(૪) રણજીત બાવકુભાઈ જળુ સાયલા થી દેવભૂમિ દ્વારકા
(૫) શેખાભાઈ અંબારામભાઈ રોજીયા સાયલા થી દેવભૂમિ દ્વારકા
(૬) નરેન્દ્રસિંહ સજુભા પરમાર સાયલા થી દેવભૂમિ દ્વારકા
(૭) મજબૂતસિંહ બળદેવસિંહ રાણા સાયલા થી જામનગર
(૮) કુલદીપસિંહ બળવંતસિંહ રાઠોડ સાયલા થી જામનગર
(૯) નિલેશભાઈ સોમાભાઈ ચાવડા થી રાજકોટ ગ્રામ્ય
(૧૦) એમ કે પરમાર (સાયલા મહિલા પીએસઆઇ)ને સસ્પેન્ડ કરીને હાલ દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી