Tokyo,તા.08
ઓટોમેકરે જણાવ્યું હતું કે, નિસાન મોટર 9000 નોકરીઓ અને તેની વૈશ્વિક ઉત્પાદન ક્ષમતામાં 20 ટકાનો ઘટાડો કરશે, કારણ કે તે ચાઇના અને યુ.એસ.માં વેચાણમાં મંદી વચ્ચે ચાલું વર્ષમાં 2.6 બિલિયનનો ખર્ચ ઘટાડવા માટે ઝઝૂમી રહી છે.
નિસાને ગુરુવારે તેનાં વાર્ષિક નફાના અંદાજને 70 ટકા ઘટાડીને 150 બિલિયન યેન કર્યો, બીજી વખત તેણે આ વર્ષે અનુમાન ઘટાડ્યું છે. યોકોહામા સ્થિત કંપની તેનાં 133580 વૈશ્વિક કર્મચારીઓમાંથી 9000 નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે.
કંપનીના ચીફે જણાવ્યું હતું કે, તેઓ આ મહિનાથી શરૂ થતાં તેમનાં માસિક વળતરના 50 ટકા સ્વેચ્છાએ નહિ લે અને અન્ય એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો પણ સ્વેચ્છાએ પગારમાં ઘટાડો કરશે. નિસાન 68.8 બિલિયન યેનમા માટે મિત્સુબિશી મોટર્સમાં તેનો 10 ટકા હિસ્સો પણ વેચી રહી છે.