New Delhi,તા.04
નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કર્યું હતું કે પાન-મસાલા, સિગારેટ અને તમાકુના ઉત્પાદનો પર 40 ટકા સ્પેશિયલ રેટ લગાવવામાં આવશે, પણ તે રિટેલ પ્રાઈઝ પર લાગશે, નહીં કે ટ્રાન્જેકશન વેલ્યુ પર, તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાન-મસાલા, સિગારેટ, બીડી અને તમાકુના ઉત્પાદનો પર 40 ટકા રેટ હાલ લાગુ નહી થાય.
હાલ 28 ટકા જીએસટી સાથે કમ્પનસેશન સેસની વ્યવસ્થા લાગુ રહેશે. જીએસટી લાગુ થવાથી રાજયોને રેવન્યુ લોસની ભરપાઈ માટે કેન્દ્ર પાસેથી જે લોન લીધી હતી, તેનું રિપેમેન્ટ થઈ જવા પર કમ્પનસેશન સેસની વ્યવસ્થા ખતમ થઈ જશે.
ત્યારથી આ ઉત્પાદનો પર 40 ટકાનો સ્પેશિયલ રેટ લાગુ થશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ ચીજો માટે સંશોધિત જીએસટી દરો લાગુ કરવાની તારીખ બાદમાં યોગ્ય સમયે નકકી થઈ શકે છે.