મધ્યસ્થી થવાની અમેરિકન પ્રમુખ Trumpની ઓફર Indiaએ ફગાવી
Washington, તા.૧૭
Americaના President Donald Trump Chinaનો દુનિયાનો મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે India અને Chinaની વચ્ચે Border વિવાદની મધ્યસ્થી કરવાની ઓફર પણ આપી છે. જોકે, Trumpની આ ઓફરને Indiaએ ફગાવી દીધી છે. Indiaએ આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી કોઈ પ્રકારનો ભ્રમ પેદા થાય નહીં. Indiaએ સીધા શબ્દોમાં કહ્યું કે, Border Desputer દ્વિપક્ષીય મામલો છે અને અમે તમામ ચીજોને અમારા સ્તર પર ઉકેલીશું. Indiaના Prime Minister Narendra Modiની સાથે મીડિયાને સંબોધિત કરતી ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું India તરફ જોવ છું. કેટલાક વિવાદ છે, જે સામાન્ય છે. તેના પર વાત થવી જોઈએ અને પહેલ પણ કરવી જોઈએ. જો અમે કોઇ મદદ કરી શકીએ છીએ તો મને સારું લાગશે. હું (America) આ માટે તૈયાર છું, કારણ કે મારું માનવું છું કે વિવાદોનો ઉકેલ આવવો જોઈએ.’ Indiaના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ‘અમારા પડોશીઓ સાથે જે પણ વિવાદ છે, એને ઉકેલવા માટે અમે હંમેશાથી દ્વિપક્ષીય વાતચીતનો રસ્તો અપનાવ્યો છે. આ વિવાદો ઉકેલવામાં અમારે (India) કોઈ પણ તૃતીય પક્ષની જરુરિયાત નથી.’ આ સાથે ટ્રમ્પે Chinaની સાથે Americaના સારા સંબધોની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ‘‘America તો Chinaની સાથે પણ સારા સંબંધોની તરફેણમાં છે. China દુનિયાનો એક મહત્વપૂર્ણ પ્લેયર છે. અમે China સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. કોરોના કાળ સુધી Chinaના પ્રમુખ શી જિનપિંગ સાથે સારા સંબંધ હતા. તેમ છતાં થોડા સંબંધો બગડ્યા હતા.’’