New Delhiતા.21
નાના કરદાતાઓને ટુંક સમયમાં મોટી રાહત મળી શકે છે.હવે માત્ર ટીડીએસ રિફંડ માટે આવકવેરા રિટર્ન (આઈટીઆઈ) દાખલ કરવાની અનિવાર્યતા ખતમ થઈ શકે છે તેના બદલે માત્ર એક ફોર્મ ભરીને રિફંડ મળી શકે છે.
આવકવેરા અધિનિયમ 2025 ની સમીક્ષા કરી રહેલી સંસદીય સમિતિએ આ સુચન કર્યુ છે અને સરકારે તેનો સ્વીકાર પણ કરી લીધો છે. સમિતિએ સરકારને ભલામણ કરી છે કે આવા કરદાતાઓ જે કરના ક્ષેત્રમાં નથી આવતા પણ જેમની પાસેથી ટીડીએસ વસુલવામાં આવે છે.
તેમને માત્ર રિફંડ દાવો કરવા માટે આઈટીઆર દાખલ કરવામાંથી મુકિત આપવામાં આવે. આવા કિસ્સામાં કરદાતાને રાહત આપવા માટે માત્ર એક સરળ ફોર્મ ભરવાની વ્યવસ્થા હોય, જેથી સરળતાથી રિફંડનો દાવો કરવામાં આવી શકે.
જાણવા મળતી વિગત મુજબ સરકારે આ ભલામણોનો સ્વીકાર કર્યો છે. નવી સીસ્ટમ મુજબ આઈટીઆરની જગ્યાએ એક સરળ ફોર્મ રજુ કરવાનું હશે.ફોર્મ 26 એએસનાં આધારે કરદાતા રિફંડનો દાવો કરી શકશે.