New Delhi તા.23
Supreme Courtએ આજે Maternity Leaveને લઈને એક મહત્વનો ફેસલો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, Maternity Leave માતૃત્વ લાભનું એક અભિન્ન અંગ છે અને મહિલાઓના પ્રજનન અધિકારોનો એક મહત્વનો ભાગ છે.
સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કોઈપણ સંસ્થા કોઈપણ મહિલાને Maternity Leaveનાં અધિકારથી વંચિત ન કરી શકે. આ ઐતિહાસીક આદેશ તમિલનાડુની એક મહિલા સરકારી શિક્ષિકા દ્વારા દાખલ અરજી પર આપ્યો હતો.
મહિલાને બીજા લગ્ન બાદ થયેલા બાળકનાં જન્મ બાદ Maternity Leave આપવાનો ઈન્કાર કરાયો હતો. પોતાની અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેને Maternity Leave આપવાનો એ આધારે ઈન્કાર કરવામાં આવ્યો હતો કે તેના પહેલા લગ્નથી બે બાળકો છે.
તમિલનાડુમાં નિયમ છે કે, Maternity Leaveનો લાભ માત્ર પ્રથમ બે બાળકોનાં જન્મમાં જ મળે. અરજદાર મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે તેના પ્રથમ લગ્નથી થયેલા બે બાળકો માટે કોઈ Maternity Leave કે લાભ નહોતો લીધો.
મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, તે તેના બીજા લગ્ન બાદ જ સરકારી સેવામાં આવી છે. અરજદાર મહિલા તરફથી વકીલે જણાવ્યું હતું કે, રાજયનાં નિર્ણયથી મહિલાનાં મૌલિક અધિકારોનો ભંગ થયો છે.