New Delhi,તા.7
ભારતીય રિઝર્વ બેન્ક ફલોટીંગ દર પર હોમ લોન લેનારા લોકોને મોટી રાહત આપી છે. જે અંતર્ગત જો કોઈ સમય પહેલા લોન ચુકવે છે તો તેની પાસેથી પ્રિ-પેમેન્ટ ચાર્જના નામે કોઈ વધારાની રકમ નહીં વસુલવામાં આવે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026 થી લાગુ પડશે.
આરબીઆઈએ આ સંબંધમાં બધી બેન્કો, એનબીએફસી અને નાણાંકીય સંસ્થાઓ માટે સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે. હાલ બધી એ પ્રિ-પેમેન્ટ ચાર્જને લઈને પોતાના હિસાબે અલગ-અલગ નિયમ બનાવ્યા છે.આ પરિસ્થિતિને ખતમ કરવા રિઝર્વ બેન્કે આ નિયમ બનાવ્યો છે.
આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રિ-પેમેન્ટ ચાહે પુરી રકમનું હોય કે આંશિક, કોઈપણ સ્થિતિમાં કોઈ વધારાના ચાર્જ નહિ લેવામાં આવે. આ ઉપરાંત આ પ્રકારનાં પ્રિ-પેમેન્ટ માટે કોઈ ન્યુનતમ લોક-ઈન સમયગાળો પણ નહીં રહે.
આ મામલામાં રાહત મળશે
આરબીઆઈ અનુસાર આ નિર્ણય માત્ર એ આવાસ ઋણ પર લાગુ થશે જેમને 1 જાન્યુઆરી 2026 કે તેના પછી સ્વીકૃત કે નવીનીકૃત કરવામાં આવશે એ પહેલાની લોન ખાતામાં હાલનો નિયમ જ લાગુ રહેશે.આ વ્યવસ્થાનું પાલન બધી બેન્કો અને એનબીએફસીએ કરવુ પડશે.
શા માટે નિર્ણય લેવાયો
બેન્કો પ્રિ-પેમેન્ટ ચાર્જ માટે અલગ-અલગ રીતો અપનાવે છે.આથી ગ્રાહકોની ફરિયાદો અને વિવાદ વધી રહ્યા છે. આ સાથે જ બેન્ક અને નાણાકીય સંસ્થાઓએ કડક લોન શરતો લગાવી રાખી હતી જેથી ગ્રાહક નવા અને સસ્તા વ્યાજદરોવાળી લોન તરફ સ્વીચ કરવાથી અચકાતા હતા.