New Delhiતા.26
કોર્પોરેટ ગૃહોને બેંકીંગ લાયસન્સ આપવાની કોઈ દરખાસ્ત ન હોવાનું રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર સંજય મલહોત્રાએ જાહેર કર્યું છે. સીધી રીતે એનબીએફસીનાં ધોરણે કોઈપણ રીતે કોર્પોરેટને બેંકનું લાયસન્સ આપવાની વાત નથી.
રિઝર્વ બેન્કનાં ગવર્નર વ્યાજદર વિશે જણાવ્યું હતું કે, નાણાનીતિ કમીટી ન્યુટ્રલ વલણ દાખવે ત્યારે વ્યાજદરમાં વધારો-ઘટાડો યથાવત રાખવાનું ગમે તે થઈ શકે છે.ભવિષ્યમાં વ્યાજદરમાં બદલાવનો આધાર ફુગાવા તથા વિકાસ દરનાં આંકડા પર આધાર રહેશે.
ફૂગાવો ઘટીને 2.1 ટકા આવી ગયો છે. પરંતુ નાણાંનીતી ભવિષ્યની સંભવીત સ્થિતિને ધ્યાને રાખે છે. આવતા 6-12 મહિનામાં શું થઈ શકે તેની ગણતરી ધ્યાને લેવાય છે અને તેને કારણે નિર્ણય લેવાનું ઘણુ મુશ્કેલ પડકારજનક હોય છે. ચોથા ત્રિમાસીક ગાળાનો અંદાજ 4.4 હતો છતા વાસ્તવિકમાં તે નીચો રહ્યો હતો.
ખાનગી બેંકોમાં પ્રમોટરોનાં શેર હોલ્ડીંગ વિશે તેમણે કહ્યુ કે બેકીંગ રેગ્યુલેશન એકટમાં 26 ટકાની વોટીંગ રાઈટ મર્યાદા છે અને તેની સમીક્ષા કરવાની કોઈ દરખાસ્ત નથી.
બેંકોની કામગીરીની અંતિમ જવાબદારી બોર્ડની જ હોય છે. જોકે, દરેક ક્ષતિ માટે તે જવાબદાર ન હોવા છતાં જવાબ આપવાનાં રહે છે.