Mumbai,તા.13
ફરી એક વખત કોર્પોરેટ જગતમાં પોતાનું સ્થાન મેળવવા આગળ વધી રહેલા અંબાણી જુનીયર અનિલ અંબાણીને ફટકો પડયો છે અને રૂા.17 હજાર કરોડના યસ બેંક લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીની સેટલમેન્ટ અરજી સિકયુરીટી એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ફગાવી દીધી છે.
હવે અંબાણીને આ ફ્રોડ કેસમાં ઓછામાં ઓછો રૂા.2800 કરોડનો દંડ થશે તથા તેમની સામે અન્ય કાર્યવાહી પર વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. 2016 થી 2019 દરમ્યાન જયારે અનિલ અંબાણીની રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં યસ બેંકે બોન્ડ મારફત રૂા.2150 કરોડ રોકયા હતા.
2020માં યસ બેંક ડુબી જતા તે રકમ માંડવાડ કરવામાં આવી હતી પણ સેબીએ કહ્યું કે આ રોકાણ યસ બેંક દ્વારા અંબાણીની અન્ય કંપનીઓને જે ધિરાણ અપાયુ હતું તેના બદલામાં કરવામાં આવ્યું હતું અને તેના કારણે યસ બેંકના રોકાણકારોને રૂા.1828 કરોડની નુકશાની થઈ છે.
બાદમાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અનિલ અંબાણીએ વેચી માર્યુ હતું. સેબીએ આ બાબતે અંબાણીને જવાબદાર ગણાવીને તેના પર રૂા.1828 કરોડનો દંડ ફટકારવાની તૈયારી કરી છે.
જો કે અંબાણી સામે હજુ યસ બેંક અને અન્ય બેંકોમાંથી રૂા.17000 કરોડનું ધિરાણના ફ્રોડ કેસમાં તપાસ ચાલુ છે અને તેમની બે વાર પુછપરછ થઈ ચૂકી છે તથા અન્ય બેંકોના અધિકારીઓ પણ અનિલ અંબાણીના ધિરાણ ફ્રોડમાં લાંચ મેળવી હતી તેમની સામે પણ તપાસ ચાલુ છે.