New Delhi તા.25
આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ધારા 87 અ અંતર્ગત `વિશેષ કર મુકિત’ (રિબેટ)નો લાભ નાના સમય ગાળાના મૂડીગત લાભ પર નહીં મળે. તેમાં શેરો અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટના વેચાણથી થયેલી આવક પણ સામેલ છે જે કરદાતાઓએ તેનો દાવો કર્યો છે.
તેમને બાકી ટેકસ ભરવા માટે 31 ડિસેમ્બર 2025 સુધીની મુદત આપવામાં આવી છે.વિભાગે હાલમાં જ તેની સાથે જોડાયેલ સકર્યુલર જાહેર કર્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે અનેક કરદાતાઓએ નાણાકીય વર્ષ 2023-24 માં આ આવક પર ધારા 87 એ અંતર્ગત-રીબેટનો દાવો કર્યો હતો.
કેટલાંક મામલામાં આ દાવા સ્વીકાર કરવામાં આવ્યા પરંતુ બાદમાં વિભાગે જાણ્યુ કે આ મુકિત નિયમોનાં હિસાબથી ખોટી હતી અને તેને રદ કરી દેવામાં આવી છે. આથી એ લોકો પર વધારાના ટેકસની જવાબદારી આવી ગઈ છે.તેમને નોટીસ મોકલી વધારાનો ટેકસ ભરવાનું કહેવામાં આવેલ છે.
વ્યાજ માફ થશે
સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે જો સંબંધિત કરદાતા 31 ડિસેમ્બર 2025 સુધીમાં પોતાનો બાકીનો ટેકસ જમા કરાવી દે છે તો તેના પર લાગનારૂ વ્યાજ માફ કરી દેવામાં આવશે.આ રાહત માત્ર એ મામલામાં લાગુ થશે. જયાં મુકિત ખોટી રીતે આપવામાં આવી હતી અને બાદમાં ટેકસનું પુર્નમુલ્યાંકન કરવામાં આવ્યું છે.
શું છે પૂરો મામલો
નિયમો મુજબ જુની કર વ્યવસ્થામાં 5 લાખ અને નવી કર વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક પર રિબેટ મળે છે જેથી કર જવાબદારી શુન્ય કે ઓછી થઈ જાય છે. જુલાઈ 2024 થી વિભાગે `ખાસ દરવાળી આવક’ પર રિબેટ આપવાની મનાઈ કરી દીધી, ભલે જ નવી વ્યવસ્થામાં કુલ આવક 7 લાખ રૂપિયાથી ઓછી હોય. `ખાસ કરવાળી આવક’માં નાના સમયગાળાના મૂડીગત લાભ પણ સામેલ છે.
રિપોર્ટ જમા કરાવવાનો સમયગાળો વધારવાનો આદેશ
રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચે બુધવારે એક વચગાળાનાં આદેશમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડને કર ઓડીટ રિપોર્ટ દાખલ કરવાની અંતિમ તારીખ 31 ઓકટોબર સુધી વધારવાનો નિર્દેશ આપ્યો છે.બે સભ્યોની ખંડપીઠે આ આદેશ જોધપુર ટેકસ બાર એસોસીએશનની અરજી પર સુનાવણી દરમ્યાન આપ્યો.તેણે સીબીડીટીને આ સંબંધમાં સૂચના ઈસ્યુ કરવા માટે પણ કહ્યું છે.