New Delhi,તા.23
ઈન્કમટેકસ અપીલ ટ્રિબ્યુનલ (આઈટીએટી)એ મંગળવારે કોંગ્રેસને મળેલા ડોનેશનમાં 199 કરોડ રૂપિયા પર ટેકસમાં રાહત આપવા સાથે સંકળાયેલી અરજી ફગાવી દીધી હતી. ટ્રીબ્યુનલે આવકવેરા રિટર્ન મોડેથી દાખલ કરવા અને રોકડ દાનની સીમાના ભંગને આનુ કારણ બતાવ્યું હતું.
બે સભ્યોની બેન્ચે ફેસલો સંભળાવતા જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરી 2019ના દાખલ કરવામાં આવેલ કોંગ્રેસનું રિટર્ન, તેને છુટને યોગ્ય બનાવવા માટે નિર્ધારિત તારીખમાં નહોતું.
ટ્રીબ્યુનલે ટેકસ ઓફિસરોના નિર્ણયને યથાવત રાખીને કહ્યું હતું કે પાર્ટીએ ડોનેશનના રૂપિયા પર પણ ટેકસ આપવો પડશે.