New Delhi,તા.૨૪
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમનું નામ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે. પસંદગીકારો તે જ દિવસે ટીમની જાહેરાત પણ કરી શકે છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અનુભવી બોલર મોહમ્મદ શમીને આ પ્રવાસથી દૂર રાખવામાં આવી શકે છે. તેમની જગ્યાએ અર્શદીપ સિંહ અને હરિયાણાના અંશુલ કંબોજને તક મળી શકે છે. કંબોજ પહેલાથી જ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલી ઇન્ડિયા એટી ટીમમાં સામેલ છે.
હકીકતમાં,અહેવાલ આપ્યો છે કે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા શમીએ ઈજામાંથી પાછા ફર્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ટૂંકા સ્પેલ્સ અથવા મહત્તમ ૧૦ ઓવર ફેંકી છે. આવી સ્થિતિમાં, મ્ઝ્રઝ્રૈં મેડિકલ ટીમે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને જણાવ્યું છે કે શમી ટેસ્ટ મેચમાં પૂરી ઉર્જા સાથે ઘણી ઓવર નાખવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં, તેમની પસંદગી અંગે શંકા છે. શમી આ સિઝનમાં સનરાઇઝર્સ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે આ સિઝનમાં નવ મેચ રમી અને માત્ર છ વિકેટ લીધી. શમીએ ૧૧.૨૩ ના ઇકોનોમી રેટથી રન આપ્યા.
“શમી આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ચાર ઓવર બોલિંગ કરી રહ્યો છે પરંતુ બોર્ડ અને પસંદગીકારોને ખબર નથી કે તે એક દિવસમાં ૧૦ થી વધુ ઓવર બોલિંગ કરી શકશે કે નહીં,” અખબારે એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચોમાં ઝડપી બોલરો પાસેથી લાંબા સ્પેલની જરૂર પડી શકે છે અને અમે કોઈ જોખમ લઈ શકતા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આ શ્રેણી દરમિયાન પોતાનો પહેલો ટેસ્ટ મેચ રમવાની તક મળી શકે છે. હરિયાણાના જમણા હાથના ઝડપી બોલર અંશુલ કંબોજ, જેમણે ૨૨ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૭૪ વિકેટ લીધી છે, તે પણ ટીમમાં શમીના સ્થાને લેવા માટેના ઉમેદવારોમાંનો એક છે. હકીકતમાં, કંબોજની પસંદગી ઈન્ડિયા છ ના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પહેલાથી જ થઈ ચૂકી છે. કંબોજ નીચલા ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે.
રાષ્ટ્રીય પસંદગી સમિતિ ૨૪ મેના રોજ મુંબઈમાં મળશે અને ત્યારબાદ જ નવા કેપ્ટન અને ટીમનું નામ જાહેર કરી શકાશે. શુભમન ગિલ કેપ્ટન બનવાની રેસમાં આગળ છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત પણ આ રેસમાં છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ એ જ ખેલાડીઓ હોઈ શકે છે જે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયા હતા. જોકે, તેમાં એક-બે ટિ્વસ્ટ અથવા નવા નામો જોવા મળી શકે છે. અર્શદીપ અને કંબોજ સિવાય સાઈ સુદર્શન અને કરુણ નાયરને પણ તક મળી શકે છે. નાયરે રણજી ટ્રોફીમાં નવ મેચમાં ૮૬૩ રન બનાવ્યા હતા. જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, તેણે વિજય હજારે ટ્રોફીમાં આઠ મેચમાં ૭૭૯ રન બનાવ્યા. જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે આ સંભવિત ટીમ હોઈ શકે છેઃ શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, સાઈ સુદર્શન, સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અકાશ, પ્રસિદ્ધ, ક્રિષ્ના, ક્રિષ્ના, શરદ થાણા, ક્રિષ્ના થા અંશુલ કંબોજ, કુલદીપ યાદવ.