Junagadh તા.8
જુનાગઢના ગરવા ગિરનારની ઉપલી ટુંક પર બીરાજતા ગોરખનાથ શિખરે તોડફોડ કરી મુર્તિનું શીર છેદ કરી ખીણમાં ફેંકી દીધાના ત્રણ દિવસ બાદ પણ કોઈજ સગળ મળવા પામ્યા નથી. પોલીસ તપાસનું રટણ રટી રહી છે. અસંખ્ય લોકો, શકમંદોની પુછપરછ તેમનો ઈતિહાસ તપાસી રહી છે. પરંતુ કોઈજ સગળ મળવા પામ્યા નથી જેથી સેવકો સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.
ત્રણ ત્રણ દિવસથી વધુ સમય વિતી જવા છતા પોલીસની વિવિધ ટીમો સીસીટીવી કેમેરાની ચકાસણી સહિતના માધ્યમોથી તપાસ કરવામાં આવી રહી છે છતાં પગેરુ મળતુ નથી.
સાધુ-સંતો દ્વારા જો ચાર દિવસમાં આરોપીઓને પકડાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્રણ દિવસ વિતી ગયા બાદ કોઈજ સગળ મળવા પામ્યા નથી. તોડફોડ કર્યાની કોઈ માહિતી મળતી નથી જેની ભાવિકો-સંતોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ગાંધીનગરથી પણ તાત્કાલિક આરોપીઓને શોધી લાવવાની તાકીદ કરાઈ છે. પોલીસ કયારે આરોપીઓ સુધી પહોંચશે તે સવાલ ઉઠવા પામ્યો છે.

