New Delhi,તા.13
નોઇડાના થાના સેક્ટર 113 વિસ્તારના સર્ફાબાદમાં સોમવારે એક પાંચ માળની ઇમારતમાં અચાનક જ ભીષણ આગ લાગી ગઇ. આગ 4ના માળે લાગી હતી, જોત જોતામાં ધુમાડો આખા વિસ્તારમાં ફેલાઇ ગયો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યોસ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ બાદ જ આગ લાગવાનું કારણ સામે આવશે. જો કે આગ લાગી ત્યારે ઘણા લોકો બિલ્ડીંગમાં હાજર હતા. તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. કોઇ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગને પગલે ફ્લેટમાં રાખેલો સામાન બળીને ખાખ થઇ ગયો. ફાયર વિભાગે નજીકના લોકોને આગની ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અને સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે. હાલમાં, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને આગને સંપૂર્ણપણે કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.