Veraval,તા.29
પવિત્ર શ્રાવણ માસ નિમિતે વેરાવળમાં ભવાની હોટલ થી કે.કે.મોરી સ્કૂલ સુધી તથા ટાવર થી રામ ભરોસા ચોક સુધી તેમજ રેલવે સ્ટેશન પાસે આવેલ ઘાસ માર્કેટથી બ્રહ્મકુંડ શીવ મંદીર જતા રસ્તા ઉપર અને પાટણ થી સોમનાથ મંદિર જતા રોડ પર ચાલતી તમામ માસાંહારી રેસ્ટોરન્ટો (રેકડીઓ) બંધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીફ ઓફિસર સહિતનાને લેખિત રજૂઆત કરી માંગ કરેલ છે.
આ અંગે ગીર સોમનાથ વિશ્વ હિન્દુ પરીષદના ગોવિંદભાઈ ભાનુશાલી દ્વારા કરેલ લેખિત રજૂઆત માં જણાવેલ કે, હિન્દુઓના પવિત્ર શ્રાવણમાસમાં દેશ, વિદેશથી લોકો સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય અને મોટાભાગના લોકો વેરાવળ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બાય રોડ આવતા હોય અને વેરાવળ શહેરમાં પ્રવેશતાની સાથે જ ભવાની હોટલ થી લઇ કે.કે.મોરી સ્કૂલ સુધી માંસ, મચ્છી વેચતા નોનવેજની રેકડીઓ આવેલ હોય તેમજ ટાવર થી લઈને લાબેલા સુધીના રોડ પર પણ ઘણી નોન વેજ રેસ્ટોરન્ટ આવેલી છે. બહારથી આવતા યાત્રાળુઓ આ રોડ પરથી સોમનાથ દાદાનાં દર્શન કરવા અર્થે પગપાળા જતા હોય છે.
આથી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ખુલ્લેઆમ માસ, મચ્છી, મટન લટકતુ હોય અને રોડ પર નીકળતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી હોય જેથી હિન્દુ સમુદાય ની લાગણી ને ઠેસ ન પહોંચે અને પવિત્ર શ્રાવણ માસ ની પવિત્રતા અખંડ રહે માટે તમામ માસાંહારી રેસ્ટોરન્ટો (રેકડીઓ) બંધ કરવાની માંગ કરેલ છે. આ ઉપરાંત બ્રહ્માંડમાં આવેલ કષ્ટદારીઢ ભંજન મહાદેવનું મંદિર પૂર્ણાના પ્રસિદ્ધ મંદિર આવેલ છે.
તેથી રેલ્વે સ્ટેશનની સામે આવેલી સોસાયટી તથા પોશ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજના લોકો શ્રાવણ માસ નિમિત્તે પૂજા, અર્ચના કરવા જતા હોય જેથી તે રસ્તા પર માસાંહારી રેસ્ટેરન્ટોના કારણે શિવ ભકતોને મોઢે રૂમાલ રાખીને મંદિરે જવું પડે છે જેથી તાત્કાલિક તમામ માસાંહારી દુકાનો, રેકડીઓ, કેબીનો બંધ કરાવવા હિન્દુ સમાજ ની માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે. આ રજૂઆત ની જાણ કલેકટર, ડેપ્યુટી કલેકટર, એસ.પી. સહિતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.