Pyongyang,તા.07
એક તરફ અમેરિકા અને દક્ષિણ કોરિયા પેસિફિક મહાસાગરમાં બહુવિધ સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઉને અહીં તેના ઘાતક શસ્ત્રોનું પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં પરમાણું બોમ્બ વહી શકે તેવા અને ૧૨,૫૦૦ માઇલ સુધી જઈ શકે તેવા ઇન્ટર- કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ (આઇસીબીએમ્સ) પણ પ્રદર્શિત કરાયા છે.
છેલ્લાં ૩ વર્ષથી તો ઉ. કોરિયા સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાની ન્યુઝ એજન્સી યોન-હાવે ઉત્તર કોરિયાની ન્યુઝ એજન્સીનો હવાલો આપતા આ હકીકત જણાવી હતી.
ઉત્તર કોરિયામાં ડીફેન્સ ડેવલપમેન્ટ ૨૦૨૫નું પ્રદર્શન શનિવારથી શરૂ થયું છે તે દરમિયાન ઉને અમેરિકાને મુકાબલો કરવા માટે સૈન્ય અને ટેક્નોલોજીને મજબૂત કરવા શપથ લીધા છે.આ પ્રદર્શન ઉપર કોરિયાની સત્તારૂઢ તેવી વર્કર્સ પાર્ટીની ૮૦મી જ્યંતિ પૂર્વે યોજવામાં આવ્યું છે. શુક્રવારે વર્કર્સ પાર્ટીની જયંતીના દિવસે ભવ્ય પરેડનું પણ આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ઉનની ઉપસ્થિતિમાં ઉ. કોરિયન સૈન્યે ૨ નવા હવાઈ રક્ષા મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કર્યું હતું. રવિવારે ઉન નૌસેનાના જહાજ ‘ચોએહ્યુન પર ગયા હતા, જ્યાં નૌ સૈનિકોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, આ બધી તૈયારીઓ દુશ્મનને પહેલેથી જ રોકવા માટે થઈ રહી છે.’