China તા.30
આગામી સપ્તાહે ચીનની મુલાકાતે જઈ રહેલા ઉતર કોરિયાના રાષ્ટ્રવડા કીમ-જોંગ ઉન બુલેટપ્રુફ ટ્રેન લઈને આ પ્રવાસમાં જાય તેવા સંકેત છે. તેઓ ચીનની બીજીંગમાં યોજાનાર લશ્કરી પરેડમાં હાજરી આપવા જઈ રહ્યા છે.
તાઈનામેન સ્કવેરમાં યોજાનારી આ પરેડ બીજા વિશ્વયુદ્ધના અંતની 80મી જયંતિના સમયે યોજાઈ રહી છે તે સમયે જાપાન પર જે વિજય મેળવાયો હતો તેને યાદ કરાશે. હવે ઉતરકોરિયાના પાટનગર પ્યોંગયાંગથી બીજીંગ જવા માટે કીમ-જોંગ તેની ખાસ ટ્રેનનો ઉપયોગ કરે છે. જે હવે બુલેટપ્રુફ બનાવાઈ છે.
2018-19માં તેમણે આ ટ્રેન અને પોતાના ખાનગી વિમાન મારફત પ્રવાસ કર્યો હતો. જો કે કીમ જોંગ ભાગ્યે જ તેના દેશની બહાર જાય છે. 2018માં તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા સિંગાપોર ગયા ત્યારે તેમણે ચીન પાસેથી વિમાન ઉછીનું મેળવ્યું હતું પણ હવે તેઓ ચીન જવા માટે બુલેટપ્રુફ ટ્રેનનો ઉપયોગ કરશે અને તેઓ જે હોટલમાં રોકાનાર છે ત્યાં અન્ય તમામ પ્રવાસીઓના બુકીંગ પણ રદ કરાયા છે.