Morbi,તા.12
મોરબીના પોશ વિસ્તાર અને છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યાથી કોંગ્રેસ પ્રમુખ લાલઘુમ
ફોનમાં અધિકારીને ખખડાવી નાખનાર ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને બતાવ્યો અરીસો
મોરબીના મચ્છુ 2 ડેમના ગેટ બદલવાની કામગીરી ચાલી રહી છે અને નગરમાં પાણી સમસ્યા હોવાનો ખુદ ધારાસભ્યએ સ્વીકાર કરી સમસ્યા ઉકેલાઈ જશે તેવા દાવા કર્યા હતા અને અધિકારીને પણ ખખડાવી નાખ્યા હતા ત્યારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યની પોલ ખોલી નાખી હતી શહેરના પોશ મનાતા રવાપર રોડ પર પુરતું પાણી આવતું ના હોવાની ફરિયાદો ઉઠી છે તો બીજી તરફ શહેરના શ્રમિકો વસે છે તેવા વિસ્તારમાં પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે
મોરબીના વ્રજ વાટિકા વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આવતું ના હોવાનું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કિશોરભાઈ ચીખલીયાએ પાણી ના આવતું હોવાથી તેઓ ટેન્કર મંગાવી કામ ચલાવી રહ્યાનું જણાવે છે તેઓ આર્થિક રીતે સદ્ધ છે જેથી ટેન્કર મંગાવે છે પરંતુ શ્રમિક પરિવારો શું કરે તેવો સવાલ ઉઠાવ્યો હતો ધારાસભ્ય પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હૂત કે તેઓ માત્ર ટેલીફોનીક ખખડાવતા જ આવડે છે દરેક વિભાગ લોલમલોલ ચાલે છે ધારાસભ્યમાં હિમત હોય તો એકાદ વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ કરી બતાવે તેઓ માત્ર સીન સપાટા નાખે છે એકેય કચેરીમાં તેમનું કાઈ ઉપજતું ના હોવાનો કટાક્ષ પણ કર્યો હતો વ્રજ વાટિકા વિસ્તારમાં પાણી સમસ્યા અંગે ગૃહિણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી પાણી આવે છે પરંતુ સોસાયટીના બધા ઘરોમાં પહોંચતું નથી અને પૂરતા પ્રમાણમાં મળતું નથી જેથી રજૂઆત કરવા ગયા હતા તો આજે ટાંકો ખાલી છે અને કાલે આવશે તો આપશું તેમ કહ્યું હતું પરંતુ પંદર દિવસથી પાણીની સમસ્યા છે અને તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે
આમ મોરબીના પોશ એવા રવાપર રોડ પરની વ્રજ વાટિકા સોસાયટી હોય કે પછી છેવાડાના લાયન્સનગર જેવા શ્રમિક-ગરીબ વિસ્તાર હોય સર્વત્ર પાણી આપોના પોકાર જોવા મળ્યા છે તો બીજી તરફ તંત્ર મીટીંગ કરી રહ્યું છે અને ધારાસભ્ય મોટી મોટી વાતો કરી કામ કર્યાનો સંતોષ માને છે પરંતુ ધારાસભ્ય ભૂલી જાય છે કે મોટી મોટી વાતો કરવાથી પાણી નહિ મળે અને પાણી વિના લોકોના કામ નહિ ચાલે.