Turkish,તા.09
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લાં બે વર્ષથી પણ ચાલી રહેલાં ગાઝા યુદ્ધને બંધ કરવા પૂર જોશથી પ્રયત્નો કરી રહ્યા છે. તે માટે તેઓએ ૨૦ સૂત્રીય યોજના પણ બનાવી છે. જે અંગે મોટાભાગના દેશોએ સંમતિ પણ દર્શાવી છે. ઇજીપ્તમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. ત્યારે તુર્કીના પ્રમુખ એર્દોગને ફરી ઇઝરાયલ પર નિશાન તાક્યું છે. તેઓએ કહ્યું : ટ્રમ્પની શાંતિ યોજના છતાં ઇઝરાયલ જ શાંતિ સ્થાપનામાં મુખ્ય અવરોધક બની રહ્યું છે. શાંતિ સ્થાપવી જ હોય તો ઇઝરાયલે હુમલા બંધ કરવા જોઇએ.
એર્દોગને વધુમાં કહ્યું ગાઝામાં શાંતિ સ્થાપવાનો ભાર માત્ર હમાસ અને પેલેસ્ટાઇન ઉપર જ નાખવો યોગ્ય નથી, કે યથાર્થવાદી પણ નથી. શાંતિ પ્રયાસોની સફળતા માટે ઇઝારયલે હુમલા બંધ કરવા જોઇએ.પોતાની પાર્ટીના સાંસદો સાથેની વાતચીતમાં એર્દોગને કહ્યું : ‘ઇજીપ્તમાં ચાલી રહેલી ગાઝા શાંતિ મંત્રણામાં તુર્કીના અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. તેઓ મહત્ત્વનો ફાળો આપી રહ્યાં છે. વાસ્તવમાં શાંતિ કોઈ એક પાંખવાળું પક્ષી નથી. શાંતિનો પૂરો ભાર હમાસ અને પેલેસ્ટાઇનીઓ પર લાદવો યોગ્ય નથી તેમાં યથાર્થવાદી દ્રષ્ટિકોણ નથી.’ તેઓએ હમાસને એક વિપ્લવી જૂથ તરીકે કહેતાં કહ્યું કે તેઓ તેમના અધિકાર (ગાઝામાં રહેવાના અધિકાર) અંગે લડી રહ્યા છે.
વાસ્તવમાં આ યુદ્ધ ૭ ઓક્ટોબર ૨૦૦૩ના દિવસથી શરૂ થયું. જેમાં હમાસે દક્ષિણ ઇઝરાયલમાં હુમલો કરી આશરે ૧,૨૦૦ જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરી. ૨૫૧ લોકોનાં અપહરણ કર્યા. આ પછી ઇઝરાયલે હમાસ ઉપર હુમલા શરૂ કર્યા તે એટલા પ્રચંડ રહ્યા છે કે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિશેષજ્ઞાો સહિત અન્ય વિશેષજ્ઞાોએ તેને નરસંહાર બરાબર કહ્યા છે.