Jamnagar,તા.10
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં 45 દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનોને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી હતી, જેની વ્યાપક અસર જોવા મળી રહી છે, અને નોટીસ સમય પૂર્ણ થાય તે પહેલા જ ધંધાર્થીઓ દ્વારા સ્વયંભૂ જગ્યા ખુલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે જમીનનો એક પ્લોટ જે બાગબગીચા માટે રીઝર્વ રખાયો હતો. તેમાં વર્ષોથી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આવી તમામ દુકાનદારોને તા.8-2-2025 સુધીમાં સ્વેચ્છાએ બાંધકામ દૂર કરવા માટે નોટીસો આપવામાં આવી હતી.
અન્યથા નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા દ્વારા આવી દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે, એવી આખરી મહેતલ અપાઈ હતી, પરંતુ તે પહેલા જ મોટાભાગના ધંધાર્થીઓ દ્વારા પોતાની જગ્યા માંથી ઉપયોગમાં લઈ શકાય તેવો શટર તથા અન્ય માલ સામાન કાઢી લઈ, સ્વયંભૂ જગ્યા ખાલી કરી નાખી મહાનગર પાલિકાની જગ્યાને ખુલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લીધી છે.