Rajkot તા.24
રાજકોટ જીલ્લાના હજારો એન.એફ.એસ.એ.રેશનકાર્ડ ધારકો કે જેઓ સરકારી અનાજનો લાભ લે છે. તેઓએ ઇ કે.વાય.સી. છ માસ કરતા વધુ સમયથી અનાજ લીધુ ન હોય તેઓને અનાજ વિતરણ બંધ કરી દેવાની નોટીસો ફટકારતા ગરીબ કાર્ડ ધારકો ફફડી ગયા છે.
જે કાર્ડ ધારકે હજુ સુધી ઇ કે.વાય.સી. કરાવ્યું નથી તેઓને તાત્કાલીક કે.વાય.સી. કરાવી લેવા પુરવઠા વિભાગે તાકીદ કરી છે. સાથો સાથ છ માસ કરતા વધુ સમયથી અનાજ નહી લેનાર કાર્ડ ધારકને એન.એફ.એસ.એ. કાર્ડ રદ કરી અનાજ નહી આપવા રાજકોટ જીલ્લા પુરવઠા વિભાગે નોટીસો ફટકારી છે.
જીલ્લાના 53,354 કાર્ડ ધારકોને નોટીસો આપતા અનાજ મેળવતા લાભાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દરેક રેશનકાર્ડ ધારકોનું ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલુ માસ એટલે કે મેં 2025 માં મળતો રેશનનો જથ્થો જે લોકોને ઈ કેવાયસી થયું છે.
તેઓને જ મળશે જે લોકોનું ઈકેવાયસી નથી થયુ તેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના હેઠળ મળતા મફત રાસનના જથ્થા થી વંચિત રહેવું પડશે ગરીબ અને મજૂરી કરતા અભણ રેશનકાર્ડ ધારકો સરકારની ઈ કેવાયસી જેવી પદ્ધતિઓથી અજાણ હોય છે.
વળી અમુકના આધારકાર્ડ ન નીકળતા હોય કોઈના આધાર કાર્ડમાં મોબાઇલ નંબર નું મેપિંગ ન હોય આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર મેપિંગ કરવા માટે ફીંગર કેપ્ચર ન થતા હોય જેવી વિવિધ સમસ્યાઓના કારણે વર્તમાનમાં ગુજરાતમાં લગભગ 30 ટકા જેટલા રેશનકાર્ડ હોલ્ડર્સ નુ ઇ કેવાયસી બાકી છે આમ રાજ્યના લગભગ અઢી લાખ રેશનકાર્ડ હોલ્ડરો ઇ કેવાયસી ના અભાવે જથ્થાથી વંચિત રહેશે.
તાજેતરમાં રાજ્યના પુરવઠા મંત્રીનું એક નિવેદન આવ્યું હતું જેમાં તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો ઈ કેવાયસી કરાવશે તેઓને અનાજ મળશે. લોકોનું ઈ કેવાયસી નથી થયું તેવા કાર્ડ હોલ્ડર નું અનાજ દુકાનદારોને ફાળવવામાં આવ્યું નથી.
જે લોકો શિક્ષિત છે જાગૃત છે અને થોડી ઘણી સગવડતાઓ ધરાવે છે તેઓ એ કેવાયસી કરી લીધું છે પરંતુ જે લોકો અતિ જરૂરિયાત મંદ છે અને મુખ્ય ધારા સાથે જોડાયેલા હોતા નથી ફક્ત આવા જ ગરીબો અને મજૂરો ના રેશનકાર્ડનો એ કેવાયસી બાકી રહ્યું છે માટે આ પ્રકારના છેવાડાના લોકોનું તાત્કાલિક ઈકેવાયસી કરવામાં આવે એવી પદ્ધતિ ગોઠવીને સરકારએ તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો સમયસર મળી રહે તેવી તકેદારી લેવી જોઈએ ખાસ કરીને આવી પરિસ્થિતિમાં દુકાનદારો અને કાર્ડ હોલ્ડર વચ્ચે ઘર્ષણ થતું હોય છે જેને નિવારી શકાય.

