હત્યાની કોશિશ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ
કુખ્યાત શખ્સને માલવયા નગર પોલીસે અમદાવાદ જેલમાં ધકેલ્યો
Rajkot,તા.31
શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી કુખ્યાત શખ્સને પાસા તળે જેલ હવાલે કર્યો છે. શહેરના હત્યાની કોશિશ અને મારામારી ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા લોથેશ્વર સોસાયટીમાં રહેતો ભરત ઉર્ફે ઋત્વિક ઉર્ફે દાદુ ઝરીયા નામના શખ્સ સામે પોલીસ કમિશનરે પાસાનુ શસ્ત્ર ઉગામી અમદાવાદ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મારા મારી ગુનાઓ અટકાવવા સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે શહેરના ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાછળ લોથેશ્વર સોસાયટી શેરી નંબર સાત ચારના ખૂણે રે હતો ભરત ઉર્ફે ઋત્વિક ઉર્ફે દાદુ બાબુભાઈ ઝરીયા નામના લોધા શખ્સ સામે માલવીયા નગર, અને તાલુકા પોલીસ મથકના ચોપડે હત્યાની કોશિશ અને મારામારી જેવા ગુનામાં ચડી ચુક્યો હોવાથી તેની સામે પીસીબી શાખા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજૂરીની મહોર મારતા માલવયા નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા વોરંટ ની બજવણી કરી ભરત ઉર્ફે ઋત્વિક ઉર્ફે દાદુ ઝરીયાને જેલમાં ધકેલવામાં આવ્યો છે.