માથાકૂટ ચાલતી હોવાથી સ્વરક્ષણ માટે હિતેશ ધામેલીયા પાસેથી લાવ્યાની કબુલાત આપતા શોધખોળ
Rajkot,તા.28
શહેરના માયાણીનગર મેઈન રોડ પર આવેલા વિશ્વ નગર આવાસ યોજનામા રહેતો નામચીન શખ્સને ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ સાથે ઝડપી લઇ જ્યારે હથિયાર આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદે હથિયારો શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શહેરના માયાનીનગર વિસ્તારમાં આવેલી વિશ્વ નગર આવાસ યોજના ના ક્વાર્ટર માં રહેતો વિપુલ પ્રવીણ બગથરીયા નામના શખ્સ પાસે હથિયાર હોવાની એ એસ.આઇ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર અને ઉમેશભાઈ ચાવલાને મળેલી બાતમીના આધારે પીઆઇ એમ એલ ડામોર અને સી એચ જાદવ ,હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા અને સુભાષભાઈ ઘોઘારી સહિતના સ્ટાફે વિશ્વ નગર આવાસ યોજના ના ક્વાર્ટર માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ક્વાર્ટરમાં વિપુલ બખથરીયા નામના શખ્સના કબજા માંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા વિપુલ બગથરીયા ની ધરપકડ કરી રૂપિયા 15,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ઝડપેલા વિપુલ બગથરીયા નામના શખ્સ સામે દારૂ ,મારામારી, છેતરપિંડી ,એટ્રોસિટી સહિત 13 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ બે વખત પાસા ની હવા ખાઈ ચૂક્યો છે . ઝડપાયેલા શખ્સ પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર પોતાના રક્ષણ સાથે માથાકૂટ ચાલતી હોવાથી સ્વરક્ષણ માટે તેણે હિતેશ સુનિલ ધામેલીયા નામના શખ્સ પાસેથી લાવી અને કબુલાત આપી હતી તેમજ હિતેશ ધામેલીયા સામે એનડીપીએસ અને મારામારી ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય તેને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.