Rajkot,તા.25
રાજકોટ શહેર માં અનેક ગુનાઓ આચરનાર કુખ્યાત અલબાઝ ઉર્ફે રઈસ મહંમદ ભાઈ ભાડુલા સામે પાસા ની કાર્યવાહી કરી સુરત જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે .પોલીસ કમિશનર બ્રજેશકુમાર જા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ કમિશનર સર્જનસિંહ પરમાર, મદદનીશ કમિશનર આર.એસ બારીયા, ના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં અવારનવાર શરીર સંબંધી ગુનાઓ આચરનાર ઇસમોની અટકાયત કરી પાસા હેઠળ કાર્યવાહી કરવાના આદેશોના પગલે પોલીસ કમિશનર દ્વારાઅલબાઝ મહંમદ ભાઈઉર્ફે રઈસ ભાડુલા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતા બી ડિવિઝન પોલીસ ના પી.આઈ.એસ.એસ રાણે ના માર્ગ દર્શન હેઠળ ટીમે બજવણી કરી રઈશ ને સુરત જેલ હવાલે કરી દેવાયો છે