અસામાજિક તત્વો પર કાયદાના સકંજા ના પગલે ગુનેગારોમાં ફફળાટ
Rajkot,તા.29
શહેરમાં મારામારી અને ચોરીના ગુનામાં સંડોયેલા નામચીન પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશ ગોટેચા નામના શખ્સ સામે પાસા નું શસ્ત્ર ઉગામી તેની અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.વધુ વિગત મુજબ
શહેરમાં માથાભારે તત્વો સામે કડક કાર્યવાહીના કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ,નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા એસીપી બી જે ચૌધરી ના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પગલે મહુડી વિસ્તારમાં આવેલા વિશેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી મારુતિ વંદન નગર
કુખ્યાત પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશ ગોટેચા નામના શખ્સનો સામે હત્યાની કોશિશ મારામારી ચોરી સહિત 14 ગુનામાં પોલીસ ચોકલેટ ચડી ચૂકેલા તેમજ બે વખત પાસા ની હવા ખાઈ ચૂકેલા માલવિયા નગર પોલીસ મથકના પી,આઇ આર.જે દેસાઈએ પાસા ની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે કમિશનર સમક્ષ રજૂ કરતા કમિશનરે દરખાસ્ત મંજૂર કરી હતી પ્રિતેશની પાસાના વોરંટ ની તાત્કાલિક બજવણી કરી તેને સુરત મધ્યસ્થ જેલ મોકલી દેવાયો હતો આ કામગીરીમાં માલવીય નગર પી.આઇ જે આર દેસાઈ, પીએસઆઇ એમ જે ધાંધલ, અને તેમના શૈલેષભાઈ ખીહડીયા, હિરેનભાઈ પરમાર, મહેશભાઈ રૂદાતલા, અજય ભાઈ વીકમાં, દિનેશભાઈ બગડા, મનીષભાઈ ચિત્ર કેતુ સિંહ, ભાવેશભાઈ, મયુર દાન, જયદીપસિંહ, અમરદીપસિંહ પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા, રાજુભાઈ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદિયા એ જહેમત ઉઠાવી હતી