Mumbai,તા.1
મુંબઈની વિમાની દુર્ઘટનાના પગલે એરઈન્ડિયા અને ટાટાગ્રુપની મુશ્કેલી વધે તેવા સંકેત છે તથા આંતરરાષ્ટ્રીય લો કંપનીઓ હવે આ દુર્ઘટનાના ભોગ બનેલા અમેરિકી અને બ્રિટીશ નાગરિકો સહિતના વિદેશીઓ વતી જંગી દાવો દાખલ કરે અને આંતરરાષ્ટ્રીય કાનુન મુજબ એરઈન્ડિયાને વળતર ચુકવવાની ફરજ પડે તેવી શકયતા છે.
તા.12 જૂનની આ દુર્ઘટનામાં બ્રિટન, પોર્ટુગલ સહિતના દેશોના નાગરિકો ભોગ બન્યા છે અને તેથી તેઓ આંતરરાષ્ટ્રીય કાનુન હેઠળ પોતાનો વળતર દાવો દાખલ કરી શકે છે. આ ઉપરાંત અમેરિકી કોર્ટમાં વિમાની કંપની બોઈંગ સામે પણ કાનૂની દાવો દાખલ કરવા તૈયારી છે.
લંડન હાઈકોર્ટમાં પણ આ અંગેના કેસ ચાલશે. આંતરરાષ્ટ્રીય કાનુની કલમ 33 મુજબ જો કોઈ એરલાઈન્સ વિદેશમાં પણ ઓપરેટ થતી હોય અને તેની દુર્ઘટનાનો ભોગ બનનાર વિદેશી નાગરિકો હોય તો તેમની સામે મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ વળતર દાવો દાખલ કરી શકાય છે.
અગાઉ એરઈન્ડીયાએ ટાટા એઆઈજી મારફત આ દાવાની પ્રક્રિયા હેન્ડલ કરવાનું શરુ કર્યુ છે. ટાટા એઆઈજીએ આ પ્રકારની દુર્ઘટનાનું જોખમ અનેક વિદેશી વિમા કંપનીઓ સાથે પણ શેર કર્યુ છે. એટલે કે આ કંપનીઓને પણ જેને રીઈુસ્યુરન્સ કર્યા છે તેમને પણ વળતર દાવામાં જોડાવુ પડશે.
એરઈન્ડિયા અને બોઈંગ સંયુક્ત રીતે 4 બીલીયન ડોલરનું વિમાકવરેજ ધરાવે છે અને તેમાં એરઈન્ડિયાનો ફાળો 1.5 બિલીયન ડોલરનો છે જેના આધારે કલેઈમ મુકવા તૈયારી ચાલુ છે.