Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે
    • Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ
    • વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
    • Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા
    • Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ
    • US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે
    • Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા
    • Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’: હજારો જુના કેસ રદ
    ગુજરાત

    હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’: હજારો જુના કેસ રદ

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.18
    ખેડૂતો તથા કૃષિ જમીન ધરાવતા હજારો લોકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો મહેસુલી નિર્ણય લઇને વટહુકમ જારી કર્યો છે જે અંતર્ગત હવે 10 ગુંઠા કરવા વધુ જમીનના ટુકડા નિયમિત થશે. 10 ગુંઠા જમીન ટુકડા પ્રતિબંધક કાયદામાંથી મુક્ત રહેશે.

    31-3-2026 સુધીના ટુકડા પ્રતિબંધક કાયદા હેઠળના કેસો રદ કરવામાં આવશે. આ કેસોની સંખ્યા હજારોમાં થવા જાય છે. આ નિર્ણયથી વારસાગત-ભાગલાના પારિવારિક વિખવાદ અટકવા સહિત મોટી રાહત થવાનું માનવામાં આવી રહ્યું છે.

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટુકડા પડતા અટકાવવા તથા જોત એકત્રીકરણ બાબત (સુધારા) વટહુકમ તરીકે ઓળખાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા વટહુકમના આધારે બોમ્બે 62ની કલમ 5માં સુધારા હેઠળ પેટાકલમ-3 પછી વધુ એક કલમ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કલમ 9માં પેટાકલમ પછી વધુ એક કલમ ઉમેરાશે.

    વટહુકમમાં સુચવાયા મુજબ 29મી જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધી કરવામાં આવેલા જમીનની તબદીલી અથવા ભાગલા કોઇપણ દંડ કે પ્રીમીયમ વસુલ કર્યા વિના નિયમિત કરવામાં આવ્યાનું માનવામાં આવશે. ભાગલા કે તબદીલી મામલે કોઇપણ અધિકારી અથવા સતા મંડળ સમક્ષ પડતર તમામ કાર્યવાહી રદ થશે.

    મહેસુલ વિભાગના જાણકારોના કહેવા પ્રમાણે મહેસુલ તંત્ર કે અદાલતમાં આવા પેન્ડીંગ કેસોની સંખ્યા હજારોમાં થવા જાય છે તે તમામ રદ થશે અને 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળની ટુકડા થયેલી જમીનો નિયમિત થઇ જશે.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આદેશથી જારી વટહુકમમાં કહેવાયું છે કે ખેતીની મોટી જમીન જાળવવા તથા વિભાજન રોકવા કાયદાનો હેતૂઓ પરંતુ બદલાતા સમય અને વિકાસને ધ્યાને રાખીને કાયદામાં સુધારા અનિવાર્ય થઇ પડ્યા હતા.

    શહેરી તથા મ્યુનિસિપલ વિસ્તારોના વિસ્તરણ સાથે તેની આસપાસની જમીનો વિકાસ યોજનાઓ હેઠળ વાણિજ્ય, કોમર્શિયલ તથા ઔદ્યોગિક ઝોનમાં સત્તાવિષ્ટ કરવામાં આવી છે. બીનખેતી સહિત અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આ સમસ્યા અટકાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.

    નિષ્ણાંતોએ કહ્યું કે, અત્યાર સુધી બીનપિયતવાળી જમીનમાં 80.84 ગુંઠા તથા પિયતવાળી જમીનમાં 20.24 ગૂંઠાથી ઓછા ક્ષેત્રફળના ટુકડા પર પ્રતિબંધ હતો. વારસાઇ ભાગલા સહિતના મોરચે ભારે વિખવાદો ઉભા થતાં હતા અને તંત્ર-અદાલતો સુધી કેસ થતાં હતા.

    નોંધ પણ ન પડવા સહિતની સમસ્યા હતા. હવે 10 ગુંઠાને ટુકડો ગણવા તથા તેની નોંધ-વેચાણની મંજુરીથી કૃષિ જમીન ધરાવતા તમામ વર્ગને મોટી રાહત થશે. અત્યાર સુધી ટુકડા પ્રતિબંધક કાયદા હેઠળ નાના ટુકડા પર પ્રતિબંધ હતો તે હવે દુર થયો છે.

    જો કે, 10 ગુંઠાથી ઓછી જમીનમાં કાયદો યથાવત રહેશે. પિયત અને બીનપિયત જમીનની ભેદરેખા પણ દુર કરવામાં આવી છે અને 10 ગુંઠાના ટુકડાની સમાન જોગવાઇ દાખલ કરવામાં આવી છે.

    10 ગૂંઠાથી ઓછી જમીનમાં પણ છૂટછાટ મળવાની શક્યતા
    નવા કાયદા હેઠળ 10 ગુંઠાથી વધુ જમીનના ટુકડા નિયમિત ગણાશે અને તેના વેચાણ-દસ્તાવેજ સહિતની પ્રક્રિયા થઇ શકશે. રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે ટુકડા પ્રતિબંધક ધારો 10 ગુંઠાથી ઓછુ ક્ષેત્રફળ ધરાવતી જમીનમાં જ લાગૂ રહેશે. જો કે, સરકાર 10 ગૂંઠાથી ઓછી જમીનના કિસ્સામાં પણ મંજુરી આધારિત છૂટછાટ આપી શકે છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambliના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા
    Next Article હવે Abhijeet Deepakeએ ઉપવાસ શરૂ કર્યા: વડાપ્રધાનના રાજીનામાની માંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    ગુજરાત

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    વ્યાપાર

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 15:58
    Categories
    Latest News

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Search
    Main News

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.