New Delhi તા.21
દેશનું હેલ્થ ઈુસ્યોરન્સ માર્કેટ હવે વદુ સમાવેશી બનતું દેખાઈ રહ્યું છે, વીમા કંપનીઓએ સિંગલ રિટેલ હેલ્થ ઈુસ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર કરી શકાય તેવા પરિવારના સભ્યોની યાદીનો વિસ્તાર કર્યો છે.
રિપોર્ટ મુજબ કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈુસ્યોરન્સ પ્લાનમાં પોલીસી ધારકોને ભાઈ-બહેન અને લિવ-ઈન પાર્ટનર્સને પણ સામેલ કરવાની મંજુરી આપવામાં આવી છે. આ સુવિધા અગાઉ વધુ રિટેલ પોલીસીમાં નહોતી.
હજુ સુધી રિટેલ હેલ્થ ઈુસ્યોરન્સ પોલીસીઓમાં માત્ર પતિ-પત્ની, બાળકો, માતા-પિતા, સાસરીયા પક્ષના માતા-પિતા અને દાદા-દાદીને જ સામેલ કરવાની જોગવાઈ હતી, આ સ્થિતિમાં એવા પરિવાર, જેમાં ભાઈ-બહેન સાથે રહેતા હોય કે જયાં લિવ-ઈન સંબંધોમાં આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી જવાબદારી સંયુક્ત હોય, તેમનું કવરેજ સંભવ નહોતું.
આ વ્યવસ્થા આધુનિક ભારતની વાસ્તવિક પરીસ્થિતિ સાથે મેળ નહોતી ખાતી. મહાનગરોમાં મોટી સંખ્યામાં યુવાન ભાઈ-બહેન એક જ ઘરમાં રહીને સંયુક્ત ખર્ચ કરે છે, ત્યારે લિવ-ઈનમાં રહેનારી જોડે લાંબા સમયથી એક સમાન સુરક્ષા વ્યવસ્થા ઈચ્છતી હતી. આ ફેરફાર વધુ પ્રેકટીકલ રીતે હેલ્થ સિકયોરિટી આપશે.
કવરેજ કવોલિટીમાં કોઈ ફેરફાર નહીંઃ આ સુધારો માત્ર પાત્ર સભ્યોની યાદીને વધારે છે, જયારે હેલ્થ પોલીસીની મૌલિક શરતો, જેમકે ઈન્કલુઝન્સ, એકસ્કલુઝમ્સ, વેઈટીંગ પીરિયડ, બેનીફીટસ અને અન્ડર રાઈટીંગ નોર્મ્સ જેમના તેમ રહેશે.
આથી ગ્રાહકોને ભરોસાલાયક કવરેજની સાથે વધુ ફલેકસીબલ વિકલ્પ મળશે. આથી એ પણ નિશ્ચિત થશે કે નવા લાભાર્થી જોડાવવાથી પણ કલેમ પ્રક્રિયા કે કવરેજ કવોલિટીમાં કોઈ કમી નહીં આવે.
પ્રીમિયમના વધારા પણ નકકી થઈ શકે છે સીમાઃ કેન્દ્ર સરકાર હેલ્થ ઈુસ્યોરન્સના બેફામ વધતા પ્રીમીયમને કંટ્રોલ કરવા માટે વીમા કંપનીઓ પર પ્રીમિયમની ઉપરી સીમા નકકી કરવા જેવા કડક પગલા ઉઠાવવા પર વિચારણા કરી રહી છે.
ડિસ્કલોઝર જાણકારી આપવાના નિયમો સખ્ત કરવાની તૈયારીમાં છે. જેમાં વીમા એજન્ટનું કમીશન નવી ઈુસ્યોરન્સ પોલીસી પર 20 ટકા અને રિન્યુઅલ પર 10 ટકા સુધી સીમીત કરવા અને હોસ્પિટલોમાં સારવારના પેકેજ રેટ પર અંકુશ લગાવવો સામેલ છે. આ પ્રસ્તાવ વીમા નિયામક ઈરડાને મોકલાયા છે

