મૂળ જૂનાગઢ પંથકની અને અમેરિકામાં સ્થાયી થયેલી મહિલા છુટાછેડા બાદ જોબ વુમન તરીકે રહેતી ..તી
Rajkot,તા.27
અમેરિકામાં કાયમી નાગરિકત્વ મળી જાય એટલે લાઈફ સેટ થઈ જાય.. અમેરિકા જવા અને નાગરિકત્વ માટે લોકો લાખ પ્રયત્નો કરે છે ત્યારે અમેરિકામાં સેટ થયેલી મહિલાએ રાજકોટમાં આવી ભાઈ ને ત્યાં ડિપ્રેશન ના કારણે ગળેફાંસો ખાઈ લઇ જીવા દોરી ટૂંકાવી લીધા નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં આવેલ માધાપર ચોકડી દ્વારકાધીશ પેટ્રોલ પંપ ની સામે સુમિત એવન્યુ એપાર્ટમેન્ટ શેઠ નગર માં અમેરિકાથી ભાઈને ત્યાં રોકાવા આવેલ એન આર આઈ જસ્મીબેન સવજીભાઈ ગોહિલ૪૭ એ સુમિત એવન્યુ એપાર્ટમેન્ટ મ પોતાના ભાઈના પરિવારજનોની ગેરહાજરીમાં ગળે ફાંસો ખાઈ લેતા ૧૦૮ ની ટીમે તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. પારિવારિક સૂત્રો માંથી મળતી વિગત મુજબ જુનાગઢ પંથકના મૂળ વતની જસ્મીબેન દસ વર્ષ પહેલા અમેરિકા ગયા હતા ત્યાંનું નાગરિકત્વ લીધા બાદ લગ્ન કર્યા હતા પરંતુ પતિ સાથે છૂટાછેડા થઈ ગયા પછી હાલમાં તે સિંગલ વુમન તરીકે અમેરિકા રહેતા હતા ખાનગી કંપનીમાં જોબ કરતા જસ્મીબેન દર વર્ષની જેમ ભાઈને ત્યાં આટો આવ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ડિપ્રેશનમાં હોય અને ડિપ્રેશનમાં જ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ટીડી જાડેજાએ તપાસ હાથ ધરી છે