સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો: PI એમ.ડી. ગઢવીની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી, મુખ્ય સૂત્રધાર દેવેન પંત હોવાનું ખુલ્યું
Rajkot,તા.27
શહેરના બે સિનિયર સિનિઝનના મોબાઈલ નંબર અને સરનામાનો મેળવી ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે મૂકી તમામ સર્વિસ તદ્દન ફ્રી માં મળશે તેવો મેસેજ પણ મૂક્યો હતો. છેલ્લા બે મહિનામાં સિનિયર સિટીઝનને ઇન્કવાયરીના ફોનથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. જેથી કંટાળી જઇ અંતે સિનિયર સિટીઝનોએ પોલીસનો સંપર્ક સાધતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં રહેતા બે વૃધ્ધ નાગરિકો ભારે માનસિક યાતનાનો ભોગ બન્યા છે. કોઈ વિકૃત શખસે બંને સિનિયર સિટીઝનના મોબાઈલ નંબરો ટેલિગ્રામ એપ પર એક ગ્રુપમાં ખોટી ઓળખ સાથે નંબરોની નીચે આ નંબર કોલ ગર્લના છે અને તેના પર સંપર્ક કરવાથી તમામ સર્વિસ તદ્દન ફ્રીમાં મળશે તેઓ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. ત્યારબાદથી આ બંને સિનિયર સિટીઝનને અજાણ્યા નંબરો પરથી ફોનનો મારો શરૂ થયો હતો. અશ્લીલ અને અભદ્ર ફોન કોલના લીધે બંને સિનિયર સિટીઝનો શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.છેલ્લા બે મહિનાથી સતત આવી રહેલા આવા ફોનના લીધે બંને સિનિયર સિટીઝન કલ્પી ન શકાય તેવી માનસિક યાતનામાંથી પસાર થયા હતા અને અત્યંત મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. લાંબા સમય સુધી આ માનસિક ત્રાસ સહન કર્યા બાદ આખરે બંને સિનિયર સિટીઝને હિંમત એકત્ર કરી રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાકીદે પીઆઇ એમ.ડી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સોર્સિસ અને સાયબર સેલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધારની ઓળખ પણ મેળવી લીધી છે અને આ વિકૃત હરકત કરનાર શખસનુ નામ દેવેન પંત હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમ ની ટીમ દ્વારા દેવેન પંત વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા પર તપાસ કેન્દ્રિત કરી છે. બંનેના નંબર અને તેમના ઘરના સરનામા સહિતની વિગતોનો ઉપયોગ કરી ફલિપકાર્ટ પરથી અલગ અલગ વસ્તુઓના ઓર્ડર બુક કરાવવાનું શરૂ કરી દીધું હતું. આ તમામ ઓર્ડર કેસ ઓન ડિલિવરી મોડ પર રાખવામાં આવ્યા હતા. જેના લીધે બંને સિનિયર સિટીઝનના ઘરે રોજબરોજ ડીલેવરી બોયઝ સામાન લઈને ઘરે પહોંચવા લાગ્યા હતા.

