બહેનને પેટનો દુખાવો ઉપડતા આઠ વર્ષથી નર્સિંગની પ્રેક્ટિસ કરતાભાઈએ ઇન્જેક્શન આપ્યું તું…
Rajkot,તા.25
રાજકોટ માં રહી નર્સિંગ નો અભ્યાસ કરતી યુવતી ને પેટનો દુખાવો થતાં આઠ વર્ષથી નર્સિંગ તરીકે કામ કરતા સગા ભાઈએ ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત બગડતા બેભાન હાલતમાં યુવતી નું મોત થયું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ નજીક પરાશર પાર્ક શેરી નંબર ૪ વોરા સોસાયટીમાં રહેતા અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી ભાવિશાબેન મધુભાઈ સોંદરવા ૨૧ ગઈકાલે તારીખ 24 ના રોજ રાત્રે પ્રવેશ વાગે ઘેર હતી ત્યારે એકાએક પેટમાં દુખાવો શરૂ થયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવતા રસ્તામાં બેભાન થઈને ઘડી પડી હતી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રવાતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પીબી વારોતરીયા એ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મરનાર ભાવિશાબેન સોંદરવા નર્સિંગ ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેમનો ભાઈ આઠ વર્ષથી મેલ નર્સ તરીકે નોકરી કરતો હોય ગઈકાલે ભાવિષાબેનને પેટનો દુખાવો ઉપાડતા તેના ભાઈએ દુખાવા નું ઇન્જેક્શન આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, ભાવિશા બેનના મૃત્યુ ના કારણ માટે એફએસએલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે