Surendaranagar, તા.1
ધ્રાંગધ્રા શહેરના રોકડીયા સર્કલ પાસે રાહદારીઓને કોઈ સુતું હુવાનું માલુમ પડયું હતું. પરંતુ આ અજાણ્યા ઈસમના શરીરની ગતીવિધી નહિ થતાં નજીક જઈને તપાસ કરતા મોત નીપજ્યું હોવાનું માલુમ પાડતાં રાહદારી લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.
સિટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને મૃતક આધેડના પરિવાર અંગે તપાસ કરાતા પાટડી તાલુકાના દેગામ ગામના શામજીભાઈ કુડેચા હોવાનું સામે આવ્યું હતું.
જેમાં અસ્થિર મગજના હોવાનું જાણવા મળ્યું હતું અને પરિવારની હાજરીમાં બિનવાસી ગિરનારી ગ્રુપ દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી વધુ તપાસ સીટી પોલીસ ચલાવી રહી છે.

