Diu,તા.23
દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જલ અર્પણ કરવામાં આવ્યું. મંદિર સંચાલક રોહિત આચાર્ય પ્રભુ દ્વારા કુવાનું પાણી ગંગાજલ યુક્તની વ્યવસ્થા કરવામાં આવેલી આજરોજ શ્રાવણ માસના અંતિમ તેરસ, ચૌદસ, અમાસના દિવસે પીપલના ઝાડ ઉપર પિતૃદેવને તૃપ્ત કરવા માટે ત્રણ કળશ પાણી ચઢાવવામાં આવે છે અને પીપલની પાસે પિતૃદેવનો અખંડ દીવો પણ મૂકવામાં આવે છે જેથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને પિતૃદેવોના આશીર્વાદ વંશજો પર રહે છે સાંજે મંદિરમાં દીપમાળાના દર્શન તથા પ્રસાદ અને ગરબાનું આયોજન પણ કરવામાં આવેલ હતું તેમાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે હર હર મહાદેવ ના નાડ થી મંદિર ગુંજતું કરવામાં આવ્યું આજરોજ મંદિરમાં બહુ સંખ્યામાં ભક્તોએ દર્શનનો તપૅણનો લાભ લીધો હતો.