Jam Khambhaliya, તા.4
રેલવે તંત્ર દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંગના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે.
જેમાં અસરગ્રસ્ત થનારી ટ્રેનો વિગતોમાં તા. 5 અને 6 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખા સ્ટેશનને બદલે દ્વારકા સ્ટેશનથી જ શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ જ રીતે તા. 4 અને 5 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ રીતે આ ટ્રેન દ્વારકા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

