Devbhoomi Dwarka,તા.16
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના આરંભડા ખાતે આવેલી આંબેડકર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સરકારી યોજનાઓ, આધારકાર્ડ, ઈ-કે.વાય.સી.ને લગતી બાબતો, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ વિધવા સહાય જેવી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મહિલા વીંગના પ્રમુખ ગોમતીબેન હાથિયા, દ્વારકા શહેર મહિલા વિંગ પ્રમુખ વિરાબેન રોસીયા તેમજ આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકરો પણ જોડાયા હતા.