Morbi,તા.30
માણેકવાડા ગામના રહેવાસી ૫૮ વર્ષીય વૃદ્ધન પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવતા બેભાન અવસ્થામાં મોત થયું હતું
મોરબીના માણેકવાડા ગામના રહેવાસી વાઘજીભાઈ કલાભાઈ ચાવડા (ઉ.વ.૫૮) વાળા ગત તા. ૨૯ ના રોજ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવ્યો હતો અને બેભાન થઇ ગયા હતા જેથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા જ્યાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે