Rajkot,તા.07
રાજકોટ શહેરની ભાગોળે આવેલા કુવાડવા ગામ ચોક વિસ્તારમાં રહેતા વાલ્મિકી પરિવાર બે સંતાનો શાકભાજી સુધારવાની છરી વડે રમી રહ્યા હતા ત્યારે માનસિક અસ્થિર નાનાભાઈના હાથે મોટાભાઈને છરીનો ઘા લાગી જતા લોહી લુહાણ હાલતમાં પ્રથમ કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકને થતા સ્ટાફ દોડી ગયો હતો અને મૃત દેને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધવા તજવી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના કુવાડવા ગામે હરિ ઓમ ચોક પાસે રહેતા નાથાભાઈ વઢેર નામના પરિવાર મોટો પુત્ર પૃથ્વી વધેર ઉંમર વર્ષ 18 અને નાનો 12 વર્ષીય પુત્ર ગત રાત્રે 9:00 કલાકે પોતાના ઘરે શાકભાજી સુધારવાની છરી વડે રમી રહ્યા હતા ત્યારે નાના ભાઈએ મોટાભાઈ પૃથ્વી વગેરેને રમત રમતમાં પડખામાં છરીનો ઘા ચિકી દેતા લોહી લુહાણ હાલતમાં કુવાડવા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જે આ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પૃથ્વી નું મોત નીપજત્તા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ કુવાડવા પોલીસ મથકના ને થતા પીએસઆઇ એમ જી સોલંકી સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસે પૃથ્વીના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી હતો. પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. તેમજ ઘરે શાકભાજી ની છરી બંને ભાઈઓ રમી રહ્યા હતા ત્યારે રમત રમતમાં માનસિક અસ્થિર નાના ભાઈએ મોટાભાઈ ને પડખામાં છરીનો ઘા ઝીંકી દેતાં જીવલેણ સાબિત થયો છે