Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 ઓગસ્ટ નું રાશિફળ

    August 6, 2025

    07 ઓગસ્ટ નું પંચાંગ

    August 6, 2025

    Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 ઓગસ્ટ નું રાશિફળ
    • 07 ઓગસ્ટ નું પંચાંગ
    • Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા
    • Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન
    • Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ
    • Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ઓલિમ્પિક:Vinesh Phogat અયોગ્ય જાહેર, વધુ વજનના કારણે ફાઈનલ નહીં રમી શકે
    ખેલ જગત

    ઓલિમ્પિક:Vinesh Phogat અયોગ્ય જાહેર, વધુ વજનના કારણે ફાઈનલ નહીં રમી શકે

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા.07

    પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે.

    વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ

    વિનેશ ફોગાટ બેભાન થઈ જતા તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ વિનેશને IV પ્રવાહી આપવાની ભલામણ કરવામાં આવી છે. 

    IOAએ શું કહ્યું?

    વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં અયોગ્ય જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. IOA આ મામલે વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.

    નિયમ શું કહે છે?

    યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર જો કોઈ એથ્લીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે અસફળ થાય છે તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આ ઉપરાંત રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકાશે. ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કઢાઈ હતી.

    વિનેશનું વજન 50 કિલોથી વધુનો દાવો

    વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં ભારતના ઓલિમ્પિક ખેલાડીઓને પણ જોરદાર ઝટકો લાગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તેમનું વજન 50 કિલોની કેટેગરી સાથે મેળ નથી ખાતું. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી 50 કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિગ્રાથી થોડોક જ વધારે હતું. હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી.

    ફાઇનલમાં અમેરિકન રેસલર સાથે ટક્કર થવાની હતી

    વિનેશની ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે ટક્કર થવાની હતી. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

    સેમિ ફાઈનલમાં શાનદાર વિજય થયો હતો

    વિનેશ ફોગાટે મંગળવારે (07 ઓગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

    વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રેકોર્ડ્સ

    1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા – ગોલ્ડ મેડલ

    2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ – ગોલ્ડ મેડલ

    3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો – ગોલ્ડ મેડલ

    4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક – સિલ્વર મેડલ

    5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ – સિલ્વર મેડલ

    6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

    7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન – બ્રોન્ઝ મેડલ

    8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન – બ્રોન્ઝ મેડલ

    9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક – બ્રોન્ઝ મેડલ

    10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

    11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

    final due to overweight paris-olympics vinesh-phogat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Sourav Ganguly સીએબી પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે,એજીએમ દરમિયાન ઉમેદવારી નોંધાવશે

    August 6, 2025
    ખેલ જગત

    કોચ ગંભીર ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ઘરે પરત ફર્યા, Siraj-Gil ની પ્રશંસા કરી

    August 6, 2025
    ખેલ જગત

    Travis Head પાસે યુવરાજ સિંહને પાછળ છોડી દેવાની મોટી તક છે, તેણે ફક્ત ૮૫ રન બનાવવા પડશે

    August 6, 2025
    ખેલ જગત

    BCCI વિરાટ કોહલી, રોહિત શર્મા સાથે ‘સ્પષ્ટ વાત’ કરશે ; 2027 વર્લ્ડ કપ રમવો અનિશ્ચિત

    August 6, 2025
    ખેલ જગત

    Cricketers નું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે

    August 6, 2025
    ખેલ જગત

    Virat Kohli એ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણાને જીતના વાસ્તવિક હીરો ગણાવ્યા

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 ઓગસ્ટ નું રાશિફળ

    August 6, 2025

    07 ઓગસ્ટ નું પંચાંગ

    August 6, 2025

    Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા

    August 6, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    August 6, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 6, 2025

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 ઓગસ્ટ નું રાશિફળ

    August 6, 2025

    07 ઓગસ્ટ નું પંચાંગ

    August 6, 2025

    Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.