Morbi,તા.27
આજે અષાઢી બીજના પાવન પર્વે જયારે દેશના વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે ત્યારે મોરબીમાં વર્ષોથી પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રા યોજાતી હોય છે મહેન્દ્રપરામાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી રથયાત્રા પ્રારંભ થઇ હતી
જે રથયાત્રા શહેરના પરાબજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં ફરીને દરબાર ગઢ સ્થિત મચ્છુ નદીના કાંઠે બિરાજતા મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી રથયાત્રામાં માલધારી સમાજના હજારો લોકો જોડાયા હતા માલધારી પરિવારો પરંપરાગત વેશભૂષા ધારણ કરી જોડાયા હતા માલધારી પરિવારોએ હુદ્દો અને રાસ ગરબાની રમઝટ કરી હતી ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચા-પાણી અને ઠંડાપીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી મચ્છુ માતાજીના મંદિરે સવારથી દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી સમગ્ર રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો