Morbi,તા.01
હસનપર બ્રીજ પાસે ખુલ્લા મેદાનમાંથી દારૂની ૧૧ બોટલના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હસનપર બ્રીજ પાસે જાંજર ટોકીઝ સામે રેડ કરી હતી ખુલ્લા મેદાનમાંથી આરોપી રમેશ રઘુભાઈ કુકાવા રહે સ્વપ્નલોક સોસાયટી મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની ૧૧ બોટલ કીમત રૂ ૧૨,૮૦૦ નો જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે