Morbi,તા.22
કુંભારશેરીના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે તેમજ એક આરોપી અને અજાણ્યા ટ્રક ચાલકના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમેં બાતમીને આધારે કુંભારશેરીમાં રહેતા આરોપી હિતેષ ધોળકીયાના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૨૭,૪૨૩ નો જથ્થો મળી આવતા મુદામાલ કબજે લઈને આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંત ધોળકીયાને ઝડપી લીધો હતો જે જથ્થો અંકિત અરુણ રાઠોડ રહે નવલખી રોડ શ્રદ્ધા પાર્ક અને એક અજાણ્યા ટ્રક ચાલક પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી જેથી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે