Morbi,તા.06
વેણાસર ગામે આવેલ વાડામાં આવેલ ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે એક આરોપીનું નામ ખુલ્યું છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેણાસર ગામે મેલડી માતાજી મંદિર પાસે નવા પ્લોટ બાજુમાં આવેલ વાડામાં આવેલ ઉકરડામાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૨૪,૨૦૦ ના જથ્થા સાથે આરોપી હીરાભાઈ રમેશભાઈ લોલાડીયા રહે વેણાસર તા. માળિયા વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી છગન હિન્દુભાઇ વરૂનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે